________________
પ્રેમજી પારેખને શત્રુંજય-સંઘ.
સાથે દંડારસ (દાંડીઓ રાસ) માદલના અવાજ સહિત લીધા. ધ્વજા પંચવણું ચડાવી. ઘોઘા મહુવા આદિના સોરઠી સંઘ ઘણું મળ્યા. માનવ-સંખ્યા લગભગ પાંત્રીસ હજારની થઈ. જમણ પકવાન્નનું ત્રણ દિવસ સુધી સંઘપરિવારે લીધું. માંહોમાંહે લાણીઓ થઈ. આમ લેકાના દિવસે ઉત્સવના આનંદમાં જતા હતા. - ૯૯. તેઓ પાલીતાણાના દેરાસરમાં ભક્તિ કરતા અને જ્ઞાનવિમલ ગુરૂની વાણી સુણ કેટલાક વ્રત ઉચ્ચરતા. શત્રુંજયમાહાભ્ય વંચાતું, લેકની ઠઠ ભરાતી, પાત્રજનને દાન દેવાતાં, ધવલ મંગલ ગીત ગવાતાં સારા મુદ્દે ઈદ્રમાલ પહેરી સંઘવીએ મનોરથ સિદ્ધ કર્યો, તેની બે સ્ત્રીઓ હતી તેમણે પણ માલ પહેરી. ડુંગરને ફરશી યાત્રા સૌએ કરી. ગિરનારની યાત્રા કરવાની હોંશ હતી તે વરસાદના ભયથી-આવ્યાથી પહોંચી નહિ. “પૃથ્વીરાજશું થઈ દુશ્મનાઈ, તેણે હેતે યાત્રા ન થાઈ”–પૃથ્વીરાજ સાથે શત્રુવટ થતાં યાત્રા ન થઈ એટલે તુરત સંધ નીકળી ધોળકે આ. કેઈવાતે દુઃખી ન થતાં સંઘ સુખ પામે ત્યાંથી સૌ સંઘવીને પ્રણામ કરી પિતપોતાના સ્થાને પહોંચી ગયા. હવે જ્ઞાનવિમલસૂરિ રાજનગર ચોમાસું રહેવા ગયા ને સંધવી પ્રેમજી સુરત ગયા. ત્યાં સ્વામીવચ્છલ કર્યો. ગિરનારને યાત્રા સંઘ કાઢવાને મને રથ કાયમ હતો. તે
એમ સંવત સત્તરસિતરામે વરસ શત્રુંજય ગિરિતણું - જેમ યાત્રા કીધી તાસ કરણ જાણવાને મેં ભણું 1. શ્રી જ્ઞાનવિમલ સુરીંદ પસાથે અંગે ઉલટ અતિ ઘણે - શ્રી દીપસાગર કવિરાજસેવક સુખસાગર કવિ એમ ભણે ૪૫