________________
સુરતનો જૈન ઇતિહાસ.
૧૦૦. આમ ૪૫ કડીમાં પૂરા થતા રાસમાં સંધયાત્રાનું વર્ષ ૧૭૭૭ આપવામાં ભૂલ થઈ લાગે છે, કદાચ મુદ્રણદોષ અગર નકલ ઉતારનારના દષ્ટિદેષથી “સિરા” ને બદલે “સિત્તરા” લખાઈછપાઈ ગયું લાગે છે. વસ્તુતઃ ૧૭૭૦ જ જોઈએ કારણ કે સંઘવી પ્રેમજી સાથે ગયેલ પ્રસિદ્ધ કપૂરચંદ ભણશાલી સં. ૧૭૭૭ માં હયાતજ ન હતા. બીજી વાત એ છે કે સંધમાં વૃદ્ધિસાગર સુરિને સાથે તેડયા હતા તે જે સાગર શાખાના રાજસાગરસૂરિના પટ્ટધર વૃદ્ધિસાગરસૂરિ હોય તો તે ઇતિહાસથી વિરૂદ્ધ છે, કારણ કે તેમના ચરિત્ર (ઐતિહાસિક રાસ સંગ્રહ ભા ૩ પૃ. ૬૧ થી ૭૮) પરથી જણાય છે કે સં. ૧૭૪૭ ને આ શું. ૩ દિને ૬૭ વર્ષની ઉમરે અમદાવાદમાં સ્વર્ગસ્થ થયેલા તે આ યાત્રા સંઘના વર્ષમાં વિદ્યમાન નહતા. તે વખતે તે તેમના પટ્ટધર લક્ષ્મીસાગરસૂરિ વિદ્યમાન હતા; પરંતુ તે જે વૃદ્ધ તપાગચ્છના વૃદ્ધિસાગરસૂરિ હોય તો તે બનવા જોગ છે કારણ કે તે સંવત ૧૭૮૪ સુધી વિદ્યમાન હતા (જુઓ લેખ નં. ૨૨૫ કે જેને ઉલેખ હવે પછી થશે.) શલકામાં જણવેલ ૪ ગચ્છનાયકમાં આ બંને ગણીએ તે બાકીના બે તે વખતે તપાગચ્છના વિજાણું દરિની પરંપરામાં વિજયદ્ધિસૂરિ, વિજયદેવસૂરિની પરંપરામાં વિજયરત્નસૂરિ, ખરતરગચ્છના જિનસૌખ્યસુરિ, અંચલગચ્છના અમરસાગરસૂરિ આદિ પૈકી હવા ઘટે.
૧૧. પ્રસિદ્ધ કવિશ્રી ઉદયરત્ન મુનિ પિતાના ગુરૂ નામે જ્ઞાનરત્ન તથા બીજા છ મુનિ એમ સાત મુનિની સાથે સુરતના ઉક્ત પારેખ પ્રેમજી તથા ભણશાલી કપૂરે સં. ૧૭૭૦ માં કાઢેલા શત્રુંજયના સંઘમાં ગયા હતા અને તે જ વખતે શત્રુંજયની યાત્રા.