________________
-
-
-
-
-
-
-
-
-
સુરતને જેને ઇતિહાસ.
સંઘ કાઢવાની હેસ થઈ, ને પહેલાં શહેરની તીર્થયાત્રા કરી સર્વ સામગ્રીથી સજજ થઈ સંધ ધામધૂમથી નીકળી ભરૂચ આવ્યો ને તi ડભોઈ વડોદરા આદિના સંધ મળ્યા. આમંત્રણના કાગળે રાજનગર, ખભાત, પાટણ, રાધનપુર, સમી, સેવંતરા, સિદ્ધપુર, વડનગર, વિજાપુરે વીશલનગર, મહેસાણા, સાચોર, થિરપુર (થરાદ), વારાહી અ ઘણાં ગામે મેકલાયાં. સંઘવી પ્રેમજી રાજનગર આવ્યા કારણ કે ત્યાંના ભણશાલી કપુરચંદ જેતા સાથે તેમને ઘણો પ્રેમ હતો. તેને અને બીજા વ્યવહારીઓને સાથે આવવા ખૂબ તાણ કરી. જ્ઞાનવિમલસૂરિ અને વૃદ્ધિસાગરસૂરિને પણું તેડવા-સાથે પધારવા ભાવથી વિનંતિ કરી. સર્વ સામગ્રી ત્યાં કરીને વાજતે નિશાને નીકળી ધોળકા આવ્યા. ત્યાં સર્વ સંધ એકઠા થયા. મુખ્યત્વે સરત, ખંભાત, પાટણ અને અમદાવાદ એ ચારના સંધની અસર લતથી આ યાત્રા-સંઘ ચાલતા. કલિકુંડ પ્રમુખ જિનેને વંદી પ્રયાણ કર્યું. સેજવાળા ૧૭૦૦ ગાડાં હતાં. જુદા જુદા ગચ્છના ૩૦૦ સાધુઓ હતા. ગાનારા ૪૦૦ સાથે હાઈ સ્નાત્ર પૂજા અને તાલપખાજ (થી ભાવના) કરતા. સંઘની સહાય કરનાર તરીકે ભણશાલીએ સાથીઓ પૂર્યો જેમ જેમ આગળ ચાલતા થાય તેમ તેને યાત્રાળુ લેક વધતા જાય; દાણદાપિ વાટે ક્યાંય દેવો ન પડે. લલીયાણે આવ્યા ત્યાં મહવાસી-મેવાસી (કાંટી વર્ણના) આવી નમ્યા પાલીતાણે પહોંચી ત્રીજે દિને યાત્રા થઈ-વૈશાખ શુદિ સાતમને દિને. સોનારૂપાની આંગી આદીશ્વરને ચઢ વી. મુકુટ કુંડલ અને કઠે તિલક કરી અંગપૂજા કરી. રાયણહેઠે આદીશ્વરનાં પગલાંની, દેરાઓને બિબની, ૧૪પર ગણધરની પૂજા કરી. સ્નાત્ર અને સત્તરભેદી પૂજા