________________
છર
સુરતને જૈન ઈતિહાસ.
હાસ પૃ. ૨૯૮ માં જણાવેલ છે કે તે ઉત્તર હિંદનો ફાવેલ શરાફ હતે અને ફિરઝજંગ સાથે ખજાનચી તરીકે અમદાવાદ આવ્યા હતા. તેના માણસ હરિરામે સને ૧૭૧૪ (સં. ૧૭૭૧) માં હેલીના વખતે રમત કરતાં એક મુસલમાનની છેડતી કરી, એટલે તે મસીદમાં ગયો અને મુસલમાનોએ તેનો પક્ષ લીધે. “દિન દિન” કરી કાઝી પાસે જતાં તે ન મળવાથી મુસલમાનોનું ટોળું ઝવેરીવાડામાં આવેલી મદનગોપાલની હવેલી તરફ ગયું. પણ નગરશેઠ કપુરચંદ ભણશાલીએ તે વાડાના જબરા દરવાજા બંધ કરી દીધા અને પિતાના મુસલમાન સૈનિકોથી ગોળીઓ વડે ટોળાને સામનો કર્યો. સૂબાએ લશ્કર મેકલી બંને બાજુના આગેવાનોની લાગવગથી રમખાણ શાંત થયું. આ હુલડની દિલ્હીમાં ખબર મળતાં હિંદુઓએ હડતાળ પાડી એટલે બાદશાહે છડીદારોને ગુજરાત જઈ મુસલમાનના અગ્ર તફાનીઓને નગરશેઠ કપુરચંદ ભણસાલી સાથે લઈ આવવા હુકમ કર્યો. આ વાતની અગાઉ અમદાવાદના મુસલમાનોને ખબર દિલ્હીના કેટલાક વેહરાઓએ આપી દીધી, એટલે મુલ્લા અને હરાઓ અને તેમના પછી કપુરચંદ ભણશાલી દિલ્હી ગયા. મુલ્લાએ પિતાના વક્તત્વથી દરબાર-સભા પર સારી અસર કરી. બાદશાહે તેને અને ભણશાલીને પિતાની કને બોલાવી બંનેના ખુલાસા જાણ્યા પછી ભણશાલીજીને કેદમાં નાંખેલાં. એમ કહેવાય છે કે તે મુલા દ્વારા પોતે છુટી ગયા. અને તેઓ અને વેહરાઓ ગુજરાત આવ્યા. આ સમય લગભગ સાબરમતીમાં મેટી રેલ આવી ને ભારે નુકશાન થયું. અમદાવાદના સુબાની ફેરબદલી થતી ગઈ. સને ૧૭૧૯ માં ફરકશીર બાદશાહને સૈયદે એ મારી નાંખે, સં. ૧૭૨૦ માં ગુજરાતના સુબા અછત