________________
ઉ. વિનયવિજયનું સુરત-વર્ણન.
તે શોભાયમાન સિંહાસન પાસે તેના જેવું પાદપીઠ છેબાજઠ છે કે જે નમ્ર રાજાની શ્રેણીના મુકોની રચનાથી કામલી થયેલ સ્થાનરૂપ છે.
૫૫ ઉપરના વર્ણન પરથી સુરતની સમૃદ્ધિનો ખ્યાલ આવે છે કે તે સમયે સુરત ઘણી ઉન્નત દશામાં હતું. આખા હિન્દુસ્થાનમાં તે સૌથી વધુ વ્યાપારનું સ્થાન હતું. તે સમયે તેમાં જગતના પ્રાયઃ બધા દેશના મનુષ્ય વ્યાપાર કરવા માટે આવતા જતા હતા. આજ. મુંબઈની જે સ્થિતિ છે તે સ્થિતિ સુરતની હતી. દૂર દૂરના દેશોથી તાપી નદી દ્વારા સેંકડો વહાણે આવતાં જતાં હતાં અને બધી જાતને માલ લેવા અને દેવાતો. તે કવિએ આ શહેરનું થોડું પણ સુંદર વર્ણન કર્યું છે. ત્યાંના ધનાઢય અને સંમાન્ય જૈન સમુદાયને મોટો મહિમા ગાયે છે.
૫૬ “સુરતના શ્રાવકે ઉદાર મનના, વિશ્વમાન્ય, વાકપટુ, અસંખ્ય, અમિત વૈભવવાળા, પ્રોઢ શાખા પ્રશાખાવાળા, કલ્પવૃક્ષ જેવી છે. (લે. ૯૮) આ વખતે ગોપીપુરા એ સુરત શહેરને શિષ્ટ ભાગ હતા. ત્યાં જૈન સમુદાયની વસતિ સંખ્યામાં વિશેષ અને પૈસે ટકે સંપત્તિશાલી હતી. આ અધિક વિશિષ્ટ ગેપીપુરામાંના ઉપાશ્રયની શોભા ઘણી આકર્ષક અને વૈભવવાળી હતી. તેની ભીંતામાં સ્કૃટિક જડેલા હતા. (જુઓ લે. ૧૦૧-૩) તે ઉપાશ્રયની મધ્યમાં વ્યાખ્યાન મંડપ અને વ્યાખ્યાન કરનારને બેસવા માટે સિંહાસન હતું તેનું વર્ણન (ાક ૧૦૫–૭ માં) કરેલું છે. - ૫૭ વળી “તાપી એ તે સ્વર્ગગંગા જેવી છે-તેમાં ઘણું વહાણો ફરે છે. નગરની નર નારીઓ સ્નાન કરે છે ને તેના તરંગ