________________
ઉ. વિનયવિજયનું સુરત વર્ણન.
૪૩ નથી. જેમ ઉપશન વિધિમાં મંત્રના સાર રૂ૫ ટકા સુદ્રતાને સાફ કરી નાખે છે તેમ. ૯૮
જ્યાં શ્રાવકે સારા મનવાળા, લોકમાન્ય મિષ્ટભાષીસખી હૃદયી, અસંખ્ય, અમાપ વૈભવવાળા, ગમે ત્યાં આપવામાં પહેલ કરનારા પ્રૌઢ, શાખા પ્રશાખાવાળા, કલ્પવૃક્ષ જેવા ઉભેલા, તપા ગચ્છનાયકના પ્રૌઢ પુણ્યના પ્રભાવથી પ્રાદુર્ભાવ પામ્યા છે. ૯૯
(ત્યાંના મંદિરે કેવાં છે ?) શિલ્પીઓના રચેલા વિવિધ અનેક વિજ્ઞાનથી હદયને ગમે તેવાં, હિંગુલ આદિથી તેનું જડેલ છે એવાં, વર્ણ કાથી વર્ણનીય, સહદનાં હૃદયોને આનંદ આપનારાં, ચિત્રોથી ચિત્રિત અર્વગ્રહ-જિનમંદિરાના વંદને જોઈને કે મનુષ્ય અંતરમાં આશ્ચર્ય પામતું નથી ? ૧૦૦ છે તે શહેરની મધ્યમાં ગેપીપુર છે ને તેમાં કૈલાસ પર્વતને સામનો કરનાર હેય નહિ એ, પ્રૌઢ લક્ષ્મીને ભંડાર એવો મે ટે શ્રાવક ઉપાશ્રય છે કે જેની અંતર અહંતમત-જૈન ધર્મના ગુરૂના પ્રૌઢ તેજથી ઉત્પન્ન થતી જ્યોતિ મધ્યે રહેલ ઇદ્રના સ્વર્ગની ઉપમાને યોગ્ય છે. ૧૦૧
ભીતિ ભીંતે અને નીચેની જમીને જમીને સ્ફટિક જડેલ હોવાથી તેના પ્રકાશમાં હે સુભગ ! તારું સ્વરૂપ અલક્ષ્ય થશે. તું શો નહિ જડે. માટે તારે તરણનગર– સૂર્યપુરના ઉપાશ્રયથી જુદી શ્રી શોભા તારા જેવાના એક શરીરથી જોઈ શકાય તેમ નથી એ યુકત છે. ૧૦૨