________________
અઢારમું વિ. શતક ઉત્તરાર્ધ.
પs.
પૃ. ૩૪૦). આ પરથી જણાય છે કે તાપી નદીમાં નાહવાથી પુણ્ય હાંસલ કરવાની માન્યતા જૈનેતર સમાજમાં વિશેષ પ્રચલિત હતી.
૮૪. સં. ૧૭૭૦ ના કા, વદ ૧૩ ગુરૂ દિને “શ્રી સૂર્યપુર બિંદરે” આચાર્ય હાંસજીએ લખેલ ગુણસ્થાનક્રમારે ચૂણિની પ્રત વિ. દા. . શા. સં. છાણમાં છે. પ્ર. ૧૦૯૮. અને તે વર્ષના પ્રથમ આસાઢ શુદિ ૧૨ રવિવારે શ્રી પિસાલ વડી ભટ્ટારક શ્રી લક્ષ્મીસાગરસૂરિના શિષ્ય તેજસાગર શિષ્ય રંગસાગર શિષ્ય ગણિ રામસાગરે “સૂરત બિંદરે' ખર૦ ભુવનકીર્તિકૃત અંજનાસુંદરી રાસ (રચ્ય સં. ૧૭૦૬) ની પ્રત ૨૩ પત્રની લખી કે જે કલકત્તાની ગુલાબકુમારી લાયબ્રેરીમાં વિદ્યમાન છે. (જુઓ જૈન ગુર્જર કવિઓ ભાગ ૩ પૃ. ૧૦૫૫)
૮૫ સં૧૭૭૧ વર્ષે ભા. સુ. ૧૦ અંચલગચ્છના વાચક સહજસુંદરગણિ શિષ્ય મુનિશ્રી નિત્યલાભ સુશ્રાવક સા૦ સામભાઈ વાંચનાર્થે આત્મબોધકુલકને ટબ લખેલે તે લા. વિ. સં. શા. ભં. રાધનપુરમાં છે. પ્ર. ૧૧૦૪
૮૬ સં. ૧૭૭૩ માહ સુદ ૧૧ શનિએ જ્ઞાનવિમલસૂરિએ સકલાર્વત પર દબો (ગુજરાતી ભાષાનુવાદ) સુરત મણે રચ્યો (હંસવિજય ભંડાર વડેદરા પ્ર. ૧૧૧૯). આ વર્ષમાં તપગચ્છના વિમલવિજય શિવ રામવિજયે સુરતમાં ચોમાસું કર્યું હતું ત્યાં તેણે આષાઢ સુદ ૫ ને દિને વીરજિન પંચકલ્યાણક સ્ત, અને તે ચેમાસામાં ૨૪ જિનના આંતરાનું સ્તવન રચેલ છે. (જેન ગૂ, કવિઓ ભાગ ૨ પૃ. ૫૨૨, અને ૩ પૃ.