________________
પ૮
સુરતને જેને ઈતિહાસ ૮૭ ઉક્ત જ્ઞાનવિમલ સૂરિએ સુરતમાં ઘણે કાળ વખતે વખત ગાળે છે. સં. ૧૭૭૩ ( ૬ ) ના વૈ. શુ. ૧૧ બુધને દિને વેજબાઇએ કરાવેલ શીતલનાથનું બિંબ અને વા. લા. કેશવ સુત કપુર ભાર્યા ફલકુએ કરાવેલ વાસુપૂજ્ય બિબની તથા એક શ્રીમાજળીના ભરાવેલ પદ્મપ્રભુના બિંબની અને સં. ૧૭૭૬ માઘ શુ ૧૧ બુધે શાંતિનાથ બિબની, પ્રતિષ્ઠા કરી (લેખ નં. ૨૦૬, ૨૯૮, ૧૮૬, ૨૯૩, ૨૦૯, સુરત પ્ર. લે. સંગ્રહ) સં. ૧૭૭૦ માં સુરતના પરીખ પ્રેમજી સવજીએ શત્રુંજયને સંઘ કાઢયે કે જેનું સવિસ્તર વર્ણન તે સંઘવીને સિધ્ધાચલને શકે તેજ વર્ષના ચાતુર્માસમાં નડીયાદમાં રહી તપગચ્છના પં. લક્ષ્મીવિજયના શિષ્ય અમરવિજયે રચ્યો છે તેમાં (પૃ. ૮૭ થી ૧૦૫) અને ટુંક વર્ણન સં. ૧૭૭) ના વર્ષમાં દીપસાગરકવિ શિષ્ય સુખસાગર કવિએ રચેલા “પ્રેમવિલાસ” રાસમાં (પ્ર. નરભવ દ્રષ્ટાંત પનવ માલા-દયાવિમલ ગ્રંથમાલા ૧) માં કરેલું છે. ઉક્ત પ્રેમવિલાસમાં છપાયેલ સંઘ કાઢવાનો સંવત સત્તર સીરે (આદિમાં અને અંતમાં) બેટે છે. તે બદલે “સંવત સત્તસીતેરા” (૧૭૪૦) જોઈએ અને પ્રેમવિલાસમાં જણાવેલું છે કે આ સંઘમાં જ્ઞાનવિમલ સૂરિને સાથે લીધા હતા. •
૮૮. પૂર્વના સમયમાં વાહનવ્યવહાર અત્યાર જેવો સહીસલામત અને ઝડપી નહિ હેવાથી તીર્થયાત્રા ભાગ્યેજ કોઈ કરી શકત. અગર સામાન્યજનને યાત્રા કરવાનું અતિ મુશ્કેલ અને કષ્ટદાયી થઈ શકતું. આ કારણે દૂર દૂર આવેલ તીર્થને અનેક મુશ્કેલીઓ વટાવી પહોંચવા માટે ચોકીત, લશ્કર, ચોર લુટારા આદિન સામનો કરવા શાસ્ત્રની સામગ્રી વગેરે રાખી શકે એવા શ્રીમંત