________________
સુરતને જૈન ઇતિહાસ.
એક સુન્દર ઇમારત કે જેમાં મોતીનાં છત્રવાળી ટોચ પર એક ચંદ્રશાલા હેય તે, જુદાં જુદાં યંત્ર આયુધવાળા, યુદ્ધમાં સજજ કરવાનાં ઉગ્ર શસ્ત્રોવાળે છે અને તે સુખીઓને અને વૈર્ય તથા થર્વવાળા ક્ષત્રિય પુરૂષને આશ્રય આપે છે. ૯૪ '
અહીં ગોપી નામનું તળાવ છે તેના મહત્વનું શું વર્ણન કરૂં ? અવર્ણનીય છે) કે જે ક્ષીર સમુદ્રનું મંથન કરીને તેમાંથી નીકળેલી એક કળા હાય નહિ એમ લાગે છે, અથવા તે દુખમાં ખૂબ ઘવાયેલ મેરૂ હોય યા મંથનના ત્રાસથી અહીં આવેલ સાગરને વિચિક્ષોભ-તરંગને ક્ષોભ ન હોય એમ લાગે છે. ૫
કવચિત અવિરલ એવી નાગરવેલના ઝુંડથી નીલ રંગવાળું, કયાંક વેચવા માટે આવેલાં ઘણા વિસ્તારવાળા પુષ્કળ કુલેથી શુભ્ર રંગવાળું, ક્યાંક પીળા સુંદર અને ઘણા પાકેલા શેરડીના સાંઠાઓથી પીળું એમ જુદા જુદા રંગવાળું આ શહેર હંમેશા ભાસમાન થાય છે. ૨૬ | વહાણમાંથી ઉતારીને સમુદ્રના સામા કાંઠા પર આવતી વસ્તુઓના સમૂહની એકદમ સંખ્યા ગણી કાઢવાને ગણિતમાં કુશળ એ પણ કે શક્તિમાન થાય તેમ છે ? ( કઈ નહિ) સુવર્ણ, માણેકના પુંજ તથા અતિશય રાતાં વિમેના અંકુર અને ગુજેનું માપ કેણ કાઢી શકે ? ૯૭
રૂપું, સુવર્ણના સમુહને ઘડવાથી ઉભા થતા ટંકશાળની અંદરના સેંકડો અવાજેથી અને મોટા ટીપવાના ટંકારથી દુષ્ટ દુર્ગતિરૂપી ભૂત ત્યાં કયાંય જન્મતે નથી એટલે કે ત્યાં દરિદ્રતાનું નામ