________________
ખેતીની ઉપજ અને કસ ઘટાડવાનું કારણ ૧૫ દુઃખી-થશે, રેવન્યુ ઉપજ ઘટી જશે, ખેડુત ગરીબ બનશે, પ્રજા નિર્ધાન, નિર્બળ, અલ્પાયુષી અને દુરાચારી થશે.” આ ઉત્તમ ગુરુમંત્ર ચૂક્યા ત્યારથી જ આપણા દેશની જમીન દિનપ્રતિદિન કસવગરની થતી ચાલી; અનાજ, ઘાસ, કપાસ હલકી જાતનાં થયાં; ઉપજ ઘટતી ચાલી, વ્યાપારમાં પણ મંદી આવી અને શારીરિક તેમજ માનસિક નિર્બળતા આવી.
રાજાએ પિતાની ફરજ ચૂક્યા એટલે “યથા રાજ તથા પ્રજાએ કહેવત અનુસાર પ્રજા પણ હિંસક અને અધર્મને રસ્તે ચાલનારી સ્વાર્થપરાયણ થઈ, એટલે કોઈ પણ કાર્યમાં તેની ફતેહ થતી નથી. વડીલોની મેળવેલી પ્રતિષ્ઠા પણ ખોઈ. અરે ! વિચાર કરે ! આપણાં એનાં એજ ખેતરો અને વાડીઓ છે, એ ને એજ કામ કરનારા છીએ, છતાં પ્રથમની માફક ધાયું અનાજ ઉત્પન્ન કેમ થતું નથી ? આ સવાલના જવાબરૂપે આ લેખ લખાય છે.
જ્યારે મારી ઉંમર દશબાર વર્ષની હતી અને જામનગરમાં હતો, ત્યારે પિતા, કાકા અને મામા સાથે ગામડામાં ફરતો તે સમયમાં દરેક ઘેર સંખ્યાબંધ ગાયો પળાતી; જેથી દૂધ, ઘી, માખણ, દહીં અને છાશની છોળ ઉડતી. ખળીમાં જતા ત્યાં ખેડુતોને બાજરી, જુવાર, કઠોળ અને કપાસનાં કાલાંના ડુંગર જેવડા ઢગલા થતા અને રાજભાગને ગંજ બબ્બે ચચ્ચાર ગાઉના અંતરથી દેખાતે. રજપૂત, ચારણ, કાઠી, ગરાસીઆએ પાણીદાર, તેજદાર ઉત્તમ ઓલાદના વાલીઘેડા રાખી ઓલાદ વધારતા અને પાળતા. કોઈ પાસે માણકી, અબલખ, કયાડી, રોજકી, ગધેલી તો કોઈ પાસે લાખણ વગેરે જાત ને નામનાં ઘડાડીએ પાનામાં ખાંખારતાં બાંધ્યાં રહેતાં. તે વખતે ઘોડાગાડી કે મોટરમાં ફરવાનું જવલ્લેજ હતું. કેઈ પણ સ્થળે બહારગામ જવું હોય તે ઘોડા પર સ્વાર થઈને જવાનો રિવાજ હતો, એટલે ઘરનાં નાનાં મોટાં દરેક ઘોડેસ્વારી જાણતાં. અત્યારે તે મોટું દિવાનપદ ભોગવતા અથવા તો મારી પાયરી ધરાવતા ઍફીસરને ઘોડેસ્વારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com