________________
શુભસંગ્રહ-ભાગ ૧ લો સાન ભરપાઈ કરી આપે છે ? આપણે રસ્તે ફરતા હોઈએ ત્યારે આ પણું બાજુમાંથી એ ભંયકર ચીજ ઝેર રેડતી ચાલી જાય અને આ પણે તે ઝેર શ્વાસમાં લેતા ફરતા ફરીએ, એ જીંદગીના જખમ માટે શું એ ખુનીઓને સજા નથી થવી જોઈતી ? હેલ્થ ઓફિસર આ બાબત શું કહે છે? એડલ્ટરેશનની સજા તે પોલ્યુશનની નહિ કે? ચાલી કે બારીમાંથી રસ્તા પર કચરે નાખતાં હવા બગડે તે આનાથી નહિ બગડે કે? મેક ઇસેન્સ એકટ છે તેના કરતાં મેટરના ઝેરી ધુમાડામાટે સખત ઍટ થજ જોઈએ.
૧૬-નવું જગત (મોડર્ન રિવ્યુમાંના એક સંવાદ ઉપરથી-“સૌરાષ્ટ્ર” તા. ૧૫-૧૧-૨૪)
ગરીબી એ કેવો ગુન્હ! નિર્ધનતા એ કેવું કલંક! કોઈ ગરીબ ચેરી કરે અને તેને માટે જેલ તૈયાર છે; કોઈ નિર્ધન ધનને અર્થે ખૂન કરે અને એ ખુનીને માટે ફાંસીને માંચડે ઉભો છે; અને શ્રીમંત? કઈ શ્રીમંત ચેરી કરે, લૂંટ ચલાવે અને દુનિયા તેની ચાતુરીની સ્તુતિઓ ગાવા માંડે-તે લક્ષ્મીને અર્થે તેના સ્વદેશમાં અને વિદેશમાં માનવીના હત્યાકાંડે રચે અને એ હત્યારો સ્વદેશસેવકનું સુનામ પામે! એ ચેરીઓ, એ લૂંટ અને એ હત્યાઓથી તે લતમંદ બને, એટલે તેને ઉમરાવપદે ચઢાવવામાં આવે; અને જગત તેની ઝુકી ઝુકીને સલામ લે! એ જગત! તારે કેટલો અધઃપાત થયે છે !
પણ હા, આ જૂની દુનિયાના ખંડેર ઉપરજ નવું જગત રચાશે–અને જરૂર રચાશે. કઈ જાદુગર એક રાતમાંજ મહેલાતે ઉભી કરી દે, તેમ આજની પવિત્ર ગરીબીના ઉદરમાંથી જ દુનિયા અવતરશે અને થોડા કાળમાંજ અવતરશે. તે નવા જગતમાં સત્યનાં અજવાળાં ચોમેર રેલાઈ રહ્યાં હશે; પ્રેમની મધુરતા સર્વત્ર મધમવી રહી હશે; તે દુનિયામાં સેવા સર્વની પૂજા પામશે; સર્વ સમાન મનાશે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com