________________
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
શુભસંગ્રહ ભાગ ૧ લો ઓછી ચૌદ વર્ષની અને છોકરા ઓછામાં ઓછો વીસ વર્ષને થાય ત્યાં સુધી તેને કેળવણું આપવાસિવાય બીજો વિચારજ કરે ન જોઈએ. આજકાલ કન્યા-કેળવણી તરફ કંઈક લક્ષ અપાય છે ખરું, પણ બાળલગ્ન થતાં હોવાથી કેળવણી અધુરી અગર નહિ જેવીજ અપાય છે. પરણ્યા પછી છોકરાઓ તે ભણતર જારી રાખે છે, પણ કન્યાકેળવણી તે લગ્નની સાથેજ બંધ થાય છે. લાયક ઉંમરનાં થયા પછી જ પુત્રી અથવા પુત્રને વિવાહ કરવાનો વિચાર કરે જોઈએ. નાનપણથી વિવાહ કરી રાખો એ સારું નથી; કારણ કે એમ કરવાથી બાળકોના મનમાં ભણવા કરતાં પરણવાની વાત વધારે રમ્યા કરે છે. વળી તેઓ મોટાં થયે લાયક ન નિવડે તે માબાપને પસ્તાવું પડે છે. પુત્રને માટે ગુણવાન ને લાયક કન્યા લેવાને બદલે ક્યી કન્યા લેવાથી વધારે રૂપિયા મળશે, એટલું જ જોવાય છે. કન્યામાટે ગુણવાન વર જેવાને બદલે માત્ર કહેવાતું કુળ જેવાય છે અને વરની લાયકી કેવી છે, તે જેવાતું નથી. આનું પરિણામ માઠું આવે છે અને દુઃખી થવાય છે, માટે આપણા કઢંગા રિવાજમાં સુધારો થવાની જરૂર છે. તે નહિ થાય ત્યાં સુધી આપણું ઉન્નતિ થવાની નથી, એમ સમજી આ બાબતમાં ખાસ ધ્યાન આપવા જેવું છે. લગ્નપ્રસંગે ગજા ઉપરાંત ખર્ચ કરવામાં આવે છે, તેથી આપણી પાયમાલી થાય છે. લગ્ન જેવે આનંદને પ્રસંગે શક્તિ પ્રમાણે ખર્ચ કરવા કોઈ ના કહેતું નથી, પરંતુ શક્તિ ન હોય છતાં પણ ઘરબાર ગીરે મૂકી, દેવું કરી, ગજા ઉપરાંત ખર્ચ કરવું એ મૂર્ખાઈ છે.
૧૮–ચાહ, કૅફીને કેકે, વહેલી પડાવે પાકે.
(“વૈદ્યકલ્પત”ની ૨૧ મા વર્ષની ભેટમાંથી. લેખક-મ) મૂળ ત્રિવેદી)
ચામાં મગજની શક્તિને કુદરતના નિયમની વિરુદ્ધ ઉશ્કેરવાને ગુણ છે, કેમકે તેમાં ટેનીક એસીડ જેવું શરીરને વાત કરનારું દ્રવ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com