________________
૧૪૦ શુભસંગ્રહ-ભાગ ૧
unor મેલ તથા જંતુઓને સાફ કરે છે.
(નીચેના ઉપાય વૈદ્યક૫ત માંથી આપેલા છે.)
કબજીઆત મટાડવા માટે દાડમપાક નીચે જણાવ્યા પ્રમાણે બનાવીને ખાવાથી પરદેશી વિલાયતી જુલાબની ગોળીઓની માફક અવગુણ બીલકુલ થતો નથી. તાજાં નવાં દાડમનાં બી આ શેર છે, કાળાં મરી બે તોલા, જીરૂં બે તોલા, લાલ સંચળ ૨ તોલા અને મોટી કાળી દ્રાક્ષ બી કાઢેલી શેર ૧. પહેલાં દાડમનાં બી અને ખૂબ બારીક છુંદી તેમાં દ્રાક્ષને મેળવીને મસાલો પીસવાની પથ્થરની પાટ ઉપર રગડીને ચટણ જેવું બનાવવું. પછી તેમાં સંચળ મેળવી નાખ્યા બાદ, મરી તથા જીરૂં જાદુ કપડછાણ કરી સઘળાંને એકરસ કરવું. છેલ્લે આ “પાકની સોપારી જેવડી ગોળી કરી કાચના વાસણમાં ભરી રાખવી; અને જ્યારે જોઈએ ત્યારે તેમાંથી એક ગોળી ચાવીને ખાધી હોય તે ખાણું હજમ થશે, ભૂખ સારી લાગશે, દસ્ત સાફ આવશે અને અજીર્ણ, વાયુનું દરદ તથા આમવાયુનો નાશ થશે.
કબજીઆતને સહેલો ઉપાય: જેઓને કઠાની કબજીઆતને લીધે ઘડી ઘડી માથું દુખવા આવતું હોય, તેઓએ યાદ રાખવું જોઈએ કે, જે લોકે ખાઈ-પીને એક ઠેકાણે બેસી રહે છે, તેમનામાં ખાસ કરીને કબજીઆતની ફરિયાદ જોવામાં આવે છે. ન પચે એવો જડ ખેરાક ખાવાની જાણુની ખરાબીભરેલી ટેવથી પણ કબજીઆત થાય છે. કબજીઆતના સહેલા ઉપાયતરીકે ગરમ પાણીમાં લીંબુનો રસ જેટલો લેવાય એટલો અથવા માફક આવે એટલો નાખી ગોળ કે મધ નાખી સવારના પહેરમાં પીવું. જૂને ગાળ પ્રમાણ જોઈ ખાવો તેથી પણ કબજીઆત તૂટે છે. “ઓલીવ ઓઈલ” અથવા “સેલેડ ઑઈલ” ખાવાના ખોરાકની સાથે હરવખત લેવાથી જાદુની કબજીઆતથી પીડાતા માણસને અતિશય ફાયદો થાય છે.
(નીચેનું લખનાર–ઠા- હસરાજ રવજી રાણાવાવવાળા)
હરસમાટે અકસીર અને વગર પૈસાની દવા:-હું પિતે હરસની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com