________________
www
તુલસીમાહાભ્ય-ધર્મ અને આરેગ્ય ૧૫૩ કાળની કેવી વિચિત્ર ગતિ !
હવે અમે ભારતીય વૈદ્ય અને ડોક્ટરને પ્રાર્થના કરીએ છીએ કે, તેઓ ઘોર નિદ્રાનો ત્યાગ કરી ધ્યાનપૂર્વક આ મહાન સંરક્ષક અને પવિત્ર તુલસીને પ્રચાર પ્રત્યેક ઘરમાં કરાવવાના પ્રયત્ન કરે અને તેના ગુણનું પૂર્ણરૂપે સંશોધન કરે. તુલસીના અપૂર્વ ગુણે જોઇને જ આ પણું પૂર્વજોએ તેને ધાર્મિક વૃક્ષ માન્યું છે; કેમકે તે શરીરને આરોગ્ય રાખે છે અને આરોગ્યથી જ સર્વ પ્રકારના ધર્મોનું પાલન થાય છે.
( “સ્ત્રીચિકીત્સક હિંદી ઉપરથી ) સર્વ પ્રકારના તાવને માટે:–કાળાં મરી વાટીને તુલસીનાં પાનના રસમાં ભીંજવી છાંયડે મૂકી રાખવાં. સૂકાઈ જાય ત્યારે ફરી તુલસીના રસમાં ભીંજવવાં. આ રીતે સાત વાર ભીંજવીને છાંયડે સૂકવવાં. પછી ચણા જેવડી ગોળીઓ વાળી એક શીશીમાં ભરવી. જેને તાવ આવતા હોય, તેણે તાવ આવતા પહેલાં ત્રણ કલાક અગાઉથી કલાકે કલાકે એક એક ગોળી ગરમ પાણી સાથે ગળવાથી સર્વ પ્રકારને તાવ જતો રહેશે.
બાળકના પેટની પીડામાં બાળકોના પેટમાં પીડા થતી હોય તો તુલસીનાં પાનનો રસ અને આદુને રસ બને બરાબર લઈ ગરમ કરીને બાળકને પાવાથી સર્વ પ્રકારની પીડા દૂર થશે. જે રોજ તેનું સેવન કરાવવામાં આવે તો બાળકોના પેટમાં કોઈ પણ વિકાર કદાપિ થાય નહિ.
બાળકનું પેટ કુલે તે ઉપર:–બાળકને દસ્ત સાફ ન આવતે હોય અથવા પેટ ફુલી જતું હોય તો એક તોલે તુલસીનાં પાનને રસ ગરમ કરીને હશેકે હશેકો પાવાથી દાંત સાફ આવે છે, પેટને ગડગડાટ તથા પેટનું ફુલવું વગેરે રોગ દૂર થઈ જાય છે.'
માથાની પીડામાં:- તુલસીનાં પાન છાંયડે સૂકવીને રાખી મૂકવાં. જ્યારે માથામાં પીડા થાય, ત્યારે તેને નાસ લેવાથી તે પીડા જરૂર દૂર થાય છે.
બાળકના પેટના કીડાઓમાં તુલસીનાં પાનનો રસ ગરમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com