________________
૧૫ર
શુભસંગ્રહ-ભાગ ૧ લે ! યકૃત, પ્લીહા અને હરસમાં:-તેને ખાવાથી અને લગાડવાથી ફાયદો થાય છે.
તેનાં પાન કૃમિન છે, તેને લેપ કરવાથી મચ્છર કરડતા નથી, તેનાં પાનનું ચૂર્ણ ભભરાવવાથી ધામાં પડેલા કીડા મરી જાય છે.
કૅલેરામાં તેનાં પાનની કાળાં મરી સાથે ગોળી બનાવીને આપવાનું થી ઉલટી અને ઝાડા બંધ થઈ જાય છે.
સાપ કરડે ત્યારે -તરત જ આશરે બેએક તોલા તુલસીનાં પાન દશ-પંદર કાળાં મરી સાથે ઘુંટીને પાવાં જોઇએ તથા તેનાં પાન અને મૂળને વાટીને જે જગ્યાએ સાપ અથવા વીંછી કરડ્યું હોય ત્યાં ચોપડવું જોઈએ.
સળેખમ, ખાંસી તથા છાતીનાં દરમાં-કાળી તુલસીની હા અત્યંત ગુણકારી છે. .
પ્લેગમાં:-તુલસીનાં પાનને કાળાં મરી તથા સાકર સાથે ખવડાવવાથી અને તેનાં પાનને શરીર ઉપર લગાડવાથી બહુ લાભ થાય છે.
શરીરના કોઈપણ ભાગ ઉપર સોજો હોય તો:-તેનાં પાન વાટીને ચોપડવાથી શાંતિ થાય છે.
તુલસીનું નિત્ય સેવન કરવાથીઃ-શુદ્ધ લોહી પેદા થાય છે અને મનુષ્ય હરેક પ્રકારના રોગોથી બચી જાય છે.
કેઢમાં:-તેનાં પાન ખાવાં અને ચોપડવાં હિતકારક છે.
તુલસી ચેપી રોગોની નાશક, કૃમિન અને મેલેરિયા તાવનો નાશ કરવાના ગુણોવાળી છે. એવું તો આજકાલના અનેક મોટા મોટા ડોટએ અમેરિકા અને વિલાયતની પરિષદમાં સ્વીકાર્યું છે. જે વાત આપણુ ઋષિએ હજારો વર્ષ પહેલાંથી કહેતા આવ્યા છે, તે જાણવાનું પાશ્ચાત્ય ડોક્ટરોએ હજુ હમણુજ શરૂ કર્યું છે. ભારતવાસીઓનું સ્વાથ્ય દિનપ્રતિદિન બગડતું ચાલે છે, તેનું કારણ એ છે કે, જ્યાં પહેલાં પ્રત્યેક હિંદુને ઘેર તુલસીવન શોભતાં હતાં, ત્યાં આજે પ્રત્યેક મહોલ્લામાં તુલસીના પાંચ દશ છોડ પણ જોવામાં આવતા નથી ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com