________________
તેની શક્તિ છે ને નવી શકે છે
પાણી સ્વચ્છ કરવાના કેટલાક ઉપાય ૧૭૧ કિજેન્દ્રલાલ કહે છે કે કોઈ દુષ્ટ સ્ત્રી સાથે લગ્ન થવું, એ તે સંસારમાં સૌથી મહાન દુ:ખ છે, કે જે દુઃખદ્વારા ઈશ્વર પાપીઓને પણ ડરાવે છે–ધમકાવે છે.
અજ્ઞાતા-દેવીઓ ઈચ્છે તે સ્વર્ગને નરક અને નરકને સ્વર્ગ બનાવી શકે છે, ધનવાનને નિર્ધન અને નિર્ધનને ધનવાન બનાવી શકે છે.
એવું ક્યું કામ છે કે જે સ્ત્રીઓ છે ને ન કરી શકે ? અને એવી ક્યી બાબત છે કે જે તેની શક્તિની બહાર હોય?
સ્ત્રીરૂપી પુષ્પની પ્રેમરૂપી સુગંધ સમસ્ત સંસારને સુગંધિત કરે છે. અને પુરુષોને ગમે તેવી સ્થિતિમાંથી પણ શાંત-સુખી બનાવી દે છે. ૮૮–પાણી સ્વચ્છ કરવાના કેટલાક ઉપાય
(“ગૃહલક્ષ્મીમાંથી; લેખિકા-કુમારી મુક્તાવલી). વરસાદમાં ઘણી ખરી જગાએ પાણી ગંદાં થઈ જાય છે. ગલીકુચી, મેરી વગેરે અપવિત્ર સ્થળોનાં પાણી નદી-તળાવમાં જઈ મળે છે, કૂવાએમાં પણ કેઈ ને કોઈ પ્રકારે આવાં તેવાં દૂષિત પાણી પહોંચી જાય છે. વર્ષાઋતુમાં ચેમ્બુ પાણી પીવાનું ન મળે તો ભાદરવા–આસમાં તાવની દહેશત રહે છે. આપણું બહુ ઓછી બહેને પાણી સાફ કરી . જાણે છે, તેથી હું તેમના હિતને ખાતર અને કેટલાક ઉપાયો લખું છું.
૧-સાધારણ રીતે પાણું ગંદુ હોય અને તેમાં કઈ પણું જાતના કીડા (રેગોત્પાદક જંતુ) હશે એમ લાગે, તો એવા પાણુને તાંબાના વાસણમાં ૧૦-૧૨ કલાક સુધી રાખી મૂકીને પછી ગાળીને પીવાથી રોગને ઓછો સંભવ રહે છે. ગાંઠીઆની મરકીના સમયમાં તે તાંબાના વાસણનું પાણું અત્યંત નિર્ભય મનાયું છે; કેમકે પ્લેગના-ગાંઠીઆ તાવની બિમારીના જંતુઓને મારવાની તાંબામાં કેઈ અપૂર્વ શક્તિ રહેલી છે. આપણાં પૂજા વગેરેનાં વાસણો ઘણેભાગે તાંબાનાં રાખવામાં ઋષિમુનિઓની જ બુદ્ધિ અને ડહાપણ રહેલાં છે. તેઓ કોઇપણ બાબત સિદ્ધાંતસિવાય કરતા રહેતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com