________________
vvvvvvvvvvvvy vvvvvvvvvvvvvvvvv5
vvy
ભારતીય સેવકે અને આગેવાને! ૧૭૫ રામે રાજ્ય છોડવું, બેબીને સંતોષવાને રામે સીતાને તજ્યાં, અન્યાય, અધર્મ અને અત્યાચાર સામે રામે દુશ્મનાવટ માંડી. જનતાએ રામજન્મમાં પોતાની મુક્તિ દીઠી, સ્વાતંત્ર્ય જોયું, ધર્મરાજ્ય દેખ્યું.”
“ત્યારથી તે આજસુધી જનતા રામજન્મ ઉત્સવ માંડે છે તે અમસ્તો નથી.”
૯૦–ભારતીય સેવકો અને આગેવાનો! તમને કેમ આવી રાષ્ટ્રસંતતિની સુંદર સેવા નથી સૂઝતી? | (હિંદી માસિક “ગૃહલક્ષ્મી” ઉપરથી)
અનાથ બાળકોને, તેમજ જેમના પાલનપોષણનું માતા પાસે પૂરતું સાધન નથી હોતું તેવાં બાળકને, ફ્રાન્સમાં “રાષ્ટ્રસંતાન” કહેવામાં આવે છે. કાન્સમાં રાજ્ય તરફથી એવાં કેટલાંએ આશ્રમ ચાલે છે, કે જ્યાં ગરીબ માતાઓ અને બીજા બાળકને મૂકી જાય છે.
આ બાબતમાં કાન્સ પાસેથી બીજા રાષ્ટ્રને ઘણું શીખવાનું છે. કાન્સના લોકો સ્વીકારે છે કે, એવી ઘણી પરિસ્થિતિઓ છે કે જેમાં સ્ત્રીને પિતાના બાળકને ત્યાગ કરવો અનિવાર્ય થઈ પડે છે. આથી ત્યાં રાજય તરફથી એક એ વિભાગ ખોલવામાં આવ્યો છે, કે જેથી બાળહત્યા કરવા કરતાં સ્ત્રીઓ પિતાના બાળકને રાષ્ટ્રને હવાલે કરી દે પણ પ્રથમ તો સ્ત્રીઓ પોતે જ પોતાનાં સંતાનનું પાલનપોષણ કરે, એ પ્રયત્ન કરવામાં આવે છે. આવા આશ્રમમાં એક દરવાજે એવો હોય છે, કે જે સ્ત્રીની જતી વખતે ઉઘડે છે અને તે અંદર પહોંચે છે એટલે તરતજ બંધ થઈ જાય છે. આ રીતે સ્ત્રી એક એકાંત એારડામાં પહોંચી જઇને ત્યાં તે કેટલીક વારસુધી એકલી રહે છે અને દિવાલો ઉપર ટાંગેલી હકીકતો વાંચે છે. એ હકીકતો વાંચતાં વાંચતાં તેને સમજાય છે કે, બાળક રાષ્ટ્રને આપી દીધા પછી તેને તે ફરીથી પાછું લઈ જઈ શકશે નહિ. વળી રાષ્ટ્ર તેને કેવી રીતે પાળશે–પેપશે તે વાત પણ તેને સમજાય છે. એ પછી થોડી વારે તેને બીજા ઓરડામાં આશ્રમShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com