________________
vvvvvvvvv
૧૯૪.
શુભસંગ્રહ-ભાગ ૧ શ્રેષ્ઠ છે. સામ્રાજ્ય પિતાના હાથમાં વિજયપતાકા લઈને જ્યારે જ્યારે ઘુમી રહે છે, ત્યારે ત્યારે ભગવાન દિવસના ચંદ્રમાની પેઠે આકાશના કોઈ ખૂણામાંજ સંતાઈ રહે છે.” : બહુ થયું, રાવણના પાપનો ઘડો ભરાઈ ગયો, ધરતીમાતાપરને. પાપનો ભાર અસહ્ય થયે. ધરતી સળવળી સરજનહારને શરણે ગઈ ધરતીમાતાએ વેણ કાઢયાં –“કૃપાનાથ ! આ પાપને ભાર હવે નથી સહેવાતો, મારા ખેાળાપરના માનવીઓની આસ્થા ભૂકો થઈ છે, તપસ્યા અને ધર્મપાલનનું આજની દુનિયામાં નામેય નથી, સુરાપાનની આજે છળે ઉડી રહી છે. વાતાવરણના અણુ અણુમાં અત્યાચાર વ્યાપી રહ્યો છે. લંકાની રાષ્ટ્રદેવી પહેરે પહેરે હજારો માણસોને ભક્ષા માંડે છે, દેવો સંતાઈ ગયા છે. નાથ ! સર્વનાશ આવ્યો છે. બચાવો !”
“અને જગદીશ્વરે પૃથ્વીને આશ્વાસન આપ્યું: “દેવિ! શ્રદ્ધા રાખ. મનુષ્યોમાં ઈશ્વરી અંશ પ્રકટ થશે. વાનરોને હાથેજ રાવણ પરાભવ પામશે. વજીકાય, વજકૌપીન બાળકે દેશમાં પ્રગટ થશે, ધર્મની જાગૃતિ થશે. આ બધાને કારણે પરમાત્મા પ્રકટ થશે!”
પછી તો દશરથે તપસ્યા આદરી–ધર્મને તેણે અગ્નિ ચેતાવ્યો. યજ્ઞપુરુષે પાયાસરૂપી ચિતન્ય આપ્યું. થોડાક ચમત્કાર થયા, કેઈ આગાહીઓ ઉઠી ને આવતા અવતારને ચરણે માથું નમાવવાને જનતા અધીરી બની.”
“પાપનો ક્ષય થયો, ધર્મને ઉદય થયો, અવતારની ઘડી આવી લાગી ને ભગવાન રામનો જન્મ થયો. કેવો તે દિવસે પ્રજાને આનંદ!”
રાવણ અને તેના રાક્ષસી કારભારીઓના અત્યાચારો તે જેવા ને તેવાજ ચાલતા હતા. કાંચનમૃગ મારીચની રાક્ષસી માયાને સત્યાનાશ હજી નહોતે મંડાયે; પણ રામનો જન્મ થયો હતો ને! પ્રજાએ ઉત્સવ માંડયા.”
“પરધુરામાં પીડાતી પ્રજાને રામજન્મને આનંદ અનેરો હત-અપૂર્વ હતો. રામ એટલે સત્ય, રામ એટલે ક્ષમા, રામ એટલે દયા ને રામ એટલે ધર્મ અને અસ્તેય !”
“નામે પિતાનું અવતારકાર્ય શરૂ કર્યું. પિતાના એક બેલને ખાતર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com