________________
vvvvvvvvvvvvvvvvvvvvvvvvv//WA/VwV ^
VV
૧૭૦
શુભસંગ્રહ-ભાગ ૧ લે તું આજેજ એવી છે, તો પછી મોટી થયા પછી તો વળી કેવી થઈશ. તે કલ્પી પણ કેમ શકાય!
પાપ કહે છે કે –સ્ત્રીઓનું હૃદય હમેશાં કોમળ અને શાંત હોય છે. તેમનામાં ક્રોધ તો હતો જ નથી.
મિલ્ટન –શાળાઓનું મહાનમાં મહાન શિક્ષણ પણ તેના–માતા તરફના શિક્ષણ આગળ તુચ્છ છે; અને મોટા વિદ્વાન શિક્ષક પણ તેના આગળ તો ચકલીના ચીં ચીં જેવા છે. સુયોગ્ય માતાની તુલનામાં તેની બુદ્ધિ અને માન, એ તે સાચા મોતી આગળ સાધારણ પથ્થર હેય તેવાં માલમ પડે છે. તેનું હદય પ્રેમ અને નીતિનું ધર છે અને તેની દષ્ટિમાંથી એટલું અમીતેજ ઝરે છે, કે જેને જોઇને સ્વર્ગના દેવતાઓ પણ તેને વંદન કરે છે !
કાલીટનઃ-એવી કયી ઉંચાઈ છે કે જ્યાં સ્ત્રી ન ચઢી શકે? એવું કયું સ્થાન છે કે જ્યાં તે ન જઈ શકે ? હજાર અપરાધને તે ક્ષમા આપી શકે છે. કઈ પણ વાતમાં તે એક વાર નિશ્ચય કરી લે, એટલે પછી સંસારની કેઈપણ શક્તિ તેને રોકી શકે તેમ નથી અને તેને કોઈની પરવા પણ હોતી નથી. એ દેવિ ! તારા સિવાય સંસારના પુરુષોના શા હાલ થાત ? પુરુષની નિરાશા, દિલગીરી, દુઃખ, દરિદ્રતા એ બધાં મળીને પણ તારા હૃદયમાંથી પ્રેમભાવને છીનવી લઈ શકતાં નથી!
ઑર્ડ આર ચાલી કહે છે કે સ્ત્રી જાતિના પ્રતાપેજ આપણે ન્યાય અને ધર્મની મૂર્તિ બનીએ છીએ. તેની દિવ્ય તિજ આપણું હદયના અવગુણેને દૂર નસાડી દે છે.
અનાલ ફ્રાન્સ કહે છે કે સ્ત્રી કેઈપણ પ્રકારનો વાયદે નથી કરતી; પરંતુ ઉલટી તે તો સમય આવતાં પતિને માટે પોતાનું સર્વસ્વ સમર્પણ કરે છે. બીજી બાજુ પર પુરુષ બહુ વાયદા કરે છે અને વળી વખત આવ્યે અવળા પણ થઈ બેસે છે !
વીન્દ્રનાથ કહે છે કે -સુશીલ સ્ત્રી ઈશ્વરને સૌથી ઉત્તમ પ્રાય છે અને તેના થકી જ તે સંસારની શોભા વધારી રહ્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com