________________
શુભસંગ્રહ-ભાગ ૧ લે હદયનાં દ્વાર પરમાત્મા તરફ ખુલ્લાં રાખી અપૂર્વ શાન્તિપૂર્વક શુદ્ધ ભાવનાવડે સ્તુતિ કરવાથી આપણું જીવન દૈવી, નિર્મળ અને ઉપાધિરહિત થાય છે. આપણું જીવનને ઉત્તમ બનાવવા માટે પ્રાત:કાળનો સમય કિંમતીમાં કિંમતી છે.
ગઈ કાલનાં બધાં દુઃખનું વિસ્મરણ થતાં, બધાં દુઃખો મટી જઈ આજે પ્રાતઃકાળથી શાંતિપૂર્વક જીવનની શરૂઆત કરવાથી આપણું હદય હલકું થાય છે. જે કારણોથી દુઃખ ઉત્પન્ન થાય તે કારણે દૂર કરી નિર્મળ જીવન ગાળવા પ્રયાસ કરવાથી અપૂર્વ શાંતિ પ્રાપ્ત થાય છે.
દરરોજ નવો આરંભ થાય છે, દર સવારે નવી દુનિયા જન્મ છે. દુઃખ અને પાપથી કંટાળેલા એ મનુષ્યો! જુઓ, જુઓ, તમારે વાસ્તે તેમજ મારે માટે-દરેકને માટે આશાનું નવું કિરણ પૂરે છે.
ભૂતકાળ ભૂતમાં લીન થઈ ગયો, કામ થઈ ગયાં, આંસુ રેડાઈ ગયાં, ગઈ કાલની ભૂલે ગઈ કાલે ઢાંકી દીધી, ગઈ કાલના અસહ્ય ધા શાંતિજનક રાત્રિના પ્રભાવથી રૂઝાઈ ગયા.
પ્રાતઃકાળના સમયમાં કેટલી બધી પ્રેરણા રહેલી છે! જે પ્રાતઃકાળના સમયનો સદુપયોગ કરવામાં આવે તો આપણું જીવન-ઘણું ટુંક સમયમાં વહેલા ઉઠવાથી મન એટલું બધું પ્રફુલિત રહે છે અને તે સમયે કરેલી શુદ્ધ હૃદયની પ્રભુપ્રાર્થના એટલી બધી સફળ નિવડે છે, કે જેથી આપણું જીવન કાંઈક એર પ્રકારનું બની જાય છે, આપહું જીવનમાં નવીન પ્રકારનું જોર આવે છે, આપણું જીવનમાં નવીન પ્રકારની શાંતિ આવી જાય છે અને આખા દિવસનાં કાર્યોમાં પણ સફળતા મેળવી શકાય છે.
જ્યારે જ્યારે આપણે પ્રમાદને વશ થઈ પ્રાતઃકાળનો સમય ગુમાવી નાખીએ છીએ, ત્યારે ત્યારે આખા દિવસની રસિકતા ખેઇ બેસીએ છીએ; એટલું જ નહિ પણ આખો દિવસ લગભગ નિરર્થક જાય છે.
જેમણે પ્રાતઃકાળમાં નિયમિત રીતે ઉઠવાની, ઉઠીને કમાનુસાર નિત્યકર્તવ્ય કરવાની યોજના ઘડી રાખી છે અને તે પ્રમાણે જે વર્તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com