________________
૧૬૪
શુભસંગ્રહ-ભાગ ૧ (૮) તમારી આંખે સવારસાંજ ચોખા અને ઠંડા પાણીથી ધેજે
અને ફરવા જાઓ ત્યારે લીલા ઘાસ અને દૂરનાં ઝાડ તરફ
લાંબી નજર નાખજે. (૯) આગગાડીમાં અથવા દેડતી ગાડીએ કદી વાંચવું નહિ. (૧૦) હીંચકે કે આરામ ખુરશી પર બેસીને કદી વાંચો નહિ, ટટાર
બેસીને જ વાંચવું. (૧૧) જે દીવેથી વાંચે તેને પ્રકાશ પૂરત અને સ્થિર હવે
જોઈએ અને તે પ્રકાશ આંખેપર ન પડતાં ચેપીપર પડે
તેવી રીતે કાગળ કે કપડાની આડ રાખવી. . (૧૨) સીનેમેટેગ્રાફ તમારી આંખો બગાડશે.
૮૫–નિર્જનતાને આરે (લેખક-વાસવાણી, “સૌરાષ્ટ્ર” તા.૨૮-૧૧-૨૫), નિર્મળ આસ્માન નીચે, કઈ વેરાન ગામને તીરે, તેની નિજનતાને મારી બંદગીના સૂરેથી ભારતે હું ઉભો છું. પાસેજ નદીમાં પ્રલય–ફાન ગાજે છે અને ઝંઝાવાતનાં ભીષણ ઘમસાણ ઘુઘવે છે; પણ એથીયે વિશેષ ભીષણ ઘમસાણ તે મારા અંતરમાં મચ્યાં છે, કારણ કે મારી માતાના વદન ઉપર વિષાદ છવાયો છે.
પક્ષીઓ તેમનાં મધુર ગીત ગાય છે અને વન વનમાંથી કલ્લોલના સૂર ઉઠે છે, સુધાકર સુધી વરસે છે અને તારો તેમને સૃજનજૂને સંદેશ પાઠવે છે; પણ મારા અંતરમાં ઉગ ઉભરાય છે, કારણકે મારી જનની જંજીરનું દુઃખ વેઠે છે.
કૃણચંદ્રના અને બુદ્ધ ભગવાનના આર્યાવર્તમાં લાખોના પગમાં બેડીઓ પડી છે, કરોડે સુધાથી પીડાય છે. આર્યાવર્ત જગતસન્મુખ ચીંથરેહાલ, ગમગીન, દીન બનીને ઉભો છે. તેનો એ અમર સંદેશ, વિશ્વની સંજીવનીસમે એ પ્રભુ-પ્રબોધિત ધર્મ ઉોધવાને આજે
આર્યાવર્તના હેઠ પણ ઉઘડતા નથી; અને એથી મારા અંતરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com