________________
૧૬ર
શુભસંગ્રહ ભાગ ૧ લો મિત્રાની પસંદગી એજ યુવાવસ્થાની ખરી કસોટી છે. પુસ્તકને નેહ એ ઈશ્વરના રાજ્યમાં પહોંચવાને પરવાને છે. ખરાબ ચોપડીનું વાચન એ ઝેર પીવા સમાન છે.
મહેલોથી તથા અખૂટ ભંડારથી જે સંતોષ નહિ મળે, તે સંતોષ ઉત્તમ પુસ્તકમાંથી પ્રાપ્ત થશે.
જેણે કદી ભૂલ કરી નથી, તેણે કદી કાર્ય કર્યું નથી.
એટલાં બધાં કાર્ય એકી સાથે શરૂ ન કરે, કે જેથી તમારું એક પણ કાર્ય સારી રીતે થઈ શકે નહિ.
“આપણે ક્ષુદ્ર પ્રાણું હાઈએ તેમાં આપણા ભાગ્યને નહિ, પણ આપણે પિતાનો જ દોષ હોય છે. x x ગમે તેવા દુર્ભાગ્યમાં પણ આપણે મોટા પ્રમાણમાં ફેરફાર કરી શક્યા સાથે આપણે હવે પછીનું ભાગ્ય પણ જેવું રચવું હોય તેવું રચવાને શક્તિમાન છીએ.”
* હવે એક મિનિટ પણ ટકી શકાશે નહિ, એમ તમને લાગે અને પ્રત્યેક વસ્તુ તમારી વિરુદ્ધ જતી લાગે, ત્યારે પણ તમે પ્રયત્ન છેડી દેશે નહિ; કારણકે બરોબર તે જ સમયે કિસ્મતનું ચક્કર ફરી જશે.
આળસુ થઈને રાહ જોયા કર નહિ; કેમકે ભાગ્યદેવી પણ એવી આળસુ છે કે, તે પિતાની મેળે તો કદી પણ તારી પાસે આવશે નહિ.
નિશ્ચિત ઉદેશ ધરાવનાર મનુષ્યોએ જ દર વખતે જગતનું સ્વરૂપ ફેરવ્યું છે.
પાસે પાઈન હેવી એ કંઈ ગરીબાઈ નથી, સંસ્કૃતિને વધારે કરનાર માણસ ભિખારીની અવસ્થામાં મરણ પામે તોપણ તે પૈસાદાર છે; અને ભવિષ્યની પ્રજા તેનું જ સ્મારક ઉભું કરવાની.
“ભાગ્યના સૃષ્ટાઓ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com