________________
પ્રાતઃકાળની શાંતિ-રોજ વહેલા ઉઠો. ૧૬૭ છે, તેમના જીવનમાં ઘણા પ્રકારે ફેરફાર થયેલો આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ.
જે વિદ્યાથી પ્રાતઃકાળમાં વહેલો ઉઠી પિતાને અભ્યાસ કરે છે, તે પોતાના અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કર્યા વિના રહેતો નથી. પ્રાતઃકાળના એક કલાકની સરખામણી ત્યારપછીના બે-ચાર કલાક સાથે પણ કરી શકાય નહિ; કારણકે તે વખતે પુષ્કળ શાંતિ હોય છે અને કોઈપણ પ્રકારની ઉપાધિ ન હોવાથી ઘણું સારું કામ થઈ શકે છે.
પ્રાતઃકાળમાં વહેલા ક્યારે અને કેવી રીતે ઉઠી શકાય? આ પ્રશ્ન આપણને સહેજે ઉપસ્થિત થશે. જેવી ટેવ પાડીએ તેવી પડી શકે છે. જે સવારે વહેલા ઉઠવાની ટેવ ન હોય તે પહેલાં એકાદ બે માસ બહુજ મુશ્કેલ લાગશે; પણ ટેવ પડી ગયા પછી એટલો બધો આનંદ થશે અને તે ઉપરાંત જીવનમાં પ્રફુલ્લતા આવી જશે કે બે માસ સુધી ભગવેલી મુશ્કેલી સહેજે ભૂલી જવાશે.
કેટલાકને સવારે વહેલા ઉઠાડવાની જરૂર પડે છે, ત્યારે કેટલાક ઘડિયાળમાં ઘંટડીની ચાવી રાખી ધારેલા સમયે ઉઠી શકે છે. આ બધું છતાં નીચેની બે બાબતો પર ખાસ લક્ષ્ય આપવાની જરૂર છે; કારણકે તે બાબતો પ્રમાણે વર્તવામાં આવે તે વહેલા ઉઠવાની ટેવ પાડવાનું સુગમ થઈ પડશે.
૧-રાત્રે સૂતા પહેલાં ઓછામાં ઓછા બેથી અઢી કલાક પહેલાં જમી લેવું જોઈએ. જમીને તુરત સૂવાથી મોડું ઉઠાય છે.
–રાત્રે સૂતી વખતે સવારે વહેલા ઉઠવાને દઢતાપૂર્વક નિશ્ચય કરવાથી ધારેલે સમયે ઉઠી શકાય છે.
પ્રત્યેક વાચક આ બાબત પર વિચાર કરી પિતાના જીવનમાં ઉતારશે, તો તેમને ફાયદો થયા વિના રહેશે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com