________________
જ્ઞાનચારિત્ર્યને વધારનારી વચનામૃત ૧પ૭ બંધા ઈશ્વર નથી? તેઓની પૂજા પહેલી શામાટે કરતા નથી? ગંગાનદીના કિનારા ઉપર શા માટે કૂવો ખેદે છે?
( સ્વામી વિવેકાનંદના પત્રો માંથી ) માનવજાતિને મદદ કરવાની જેમની ઈચ્છા હોય, તેમણે પિતાનાં સર્વ સુખ-દુઃખ, નામ-કીર્તિ અને સર્વ તરેહના સ્વાર્થને ગુંડા-પુડે કરી પ્રથમ સમુદ્રમાં ફેંકી દેવો જોઈએ અને ત્યારપછી જ પ્રભુ પાસે આવવું. એ જ પ્રમાણે સઘળા સમર્થ આચાર્યોએ કહ્યું છે અને કર્યું છે.”
જે જે મહાન કાર્યો થયાં છે અને થાય છે, તે હૃદય અને મગજનાં જ પરિણામ છે અને નહિ કે પૈસાનાં અર્થાત નાણું કામ કરતું નથી, પણ મગજશકિત અને હદયબળજ કામ કરે છે.”
( “સ્વામી વિવેકાનંદ ભાગ ૬-૭ માંથી )
ભારતવાસી! વિચાર કર કે, બીજાઓના આવા અધમ અનુસરણથી, બીજાઓના ઉપર આમ આધાર રાખવાથી અને આ તારી બાયેલાને છાજે તેવી અધમ નિર્બળતાથી બહાદુરેનેજ મળી શકે તેવાં સુખ–સ્વાતંત્ર્યને શું તું કોઈ કાળે પણ મેળવી શકીશ?”
તું ભૂલી જતે નહિ કે “તારી સ્ત્રીઓને આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે? જે દેવને તું પૂજે છે તે મહાત્યાગી ઉમાપતિ-શંકર છે! તારૂં લગ્ન, દ્રવ્ય અને જીવન ઈંદ્રિયસુખને માટે નથી; તેમ તે તારા એકલાના સુખને માટે પણ નથી. તારે જન્મ માતૃભૂમિના યજ્ઞમાં બલિદાનને માટેજ છે; અને તારૂં સામાજિક બંધારણ પ્રભુ પ્રેમનું પ્રતિબિંબજ છે.”
હે ભાઈ! ગવથી એલ કે, “પ્રત્યેક ભારતવાસી–ભીખારી, અજ્ઞાની, અંત્યજ અને નિરાધાર બાળક પણ મારો ભાઈ છેમારા પ્રાણસમાન છે. ભારતભૂમિજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com