________________
Mnnnnnnnnnnnn
૧૫૪
શુભસંગ્રહ-ભાગ ૧ કરીને પીવડાવવાથી તરત જ આરામ થાય છે.
ધાતુક્ષીણતામાં કોઈ પુરુષને પિશાબ પહેલાં અથવા પછી ધાતુ જતી હોય અથવા સ્વપ્નદોષમાં ધાતુ જતી હોય તે તુલસીનાં પાનને રસ ૬ માસા અને દબ(સફેદ ધો)ને રસ ૬ માસા સાત દિવસસુધી રોજ પીવાથી જરૂર આરામ થશે.
ટાટીઆ તાવને ઉપાય:–સુંઠને પાણીમાં ઘસી જરા ગરમ કરી કપાળે પડી, માથે ઓઢીને સૂઈ જવાથી પરસેવો વળી તાવ ઉતરી જશે તથા ઘેન મટશે.
વિષમજવરને ઉપાય –એક દેકડાભાર તુલસીના પાનનો રસ તથા દેકડાભાર મધ લઈ એમાં મરીને ભૂકે નાખી પીવાથી વિષમ જ્વર અટકી જાય છે.
પછઆ તાવને ઉપાય:–ફુદીને તથા તુલસીને કવાથ પીવા થી રોજીએ તાવ ઉતરે છે.
રતાંધળાપણાની દવા-કાળાં મરીની ઉપલી છાલ કાઢી નાખી તુલસીનાં પાંદડાંના રસમાં મેળવી રતીભાર ગોળી બનાવવી. તેને મધમાં ધસી સાંજે અંજન કરવાથી બે દિવસમાં રતાંધળાપણું જતું રહેશે.
૮૨–જુવાનોને પડકાર
(“કડીઆસુદર્શન'રાણપુર-તા.૧–ર–૨૬) બંગાળી લોકસાહિત્યમાં એક વાર્તા છે. મુગ્ધાવસ્થામાં ઈશ્વરી ગાદ સેવતો કોઈ બાળક બજારેના ભવ્ય ઠઠારાથી અંજાઈ કંઈ કંઈ ચીજો લેવા દુકાને દુકાને આથડો ને હતાશ થઈ પાછો ફર્યો-કારણ તેની પાસે પૈસા નહોતા. ભગ્ન હૃદયે તે નિર્જન અરણ્યમાં પહોંચ્યો અને પૈસા માટે કરુણ આક્રંદ કરવા લાગ્યો. વનદેવતાએ તેને દેખા દીધી ને કહ્યું: “આ પેટીમાં પૂરાવાનું કબૂલ કર અને તારી આગળ સુવર્ણના ઢગ ઉભા કરી દઉં.” બાળક હરખાઈને પૂરાયો. પેટીનાં છિદ્રોવિરે તેણે જોયું તો ચોમેર સેનારૂપાના ચળકતા સિક્કા પથરાયા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com