________________
vvvvvvvvvvvvvvvvvvvvvvvv...'
N
* * vv
કેટલીક ઘરઘતુ દવાઓ
૧૪૩ શીંગી, પિત્તપાપડા, સુંઠ,વજ, હરડે, દેવદાર, હિસનાં ફૂલ-એ દરેક તેલા તાલાભાર લઈને સાત ભાગ કરવા અને એક ભાગને કાઢો બનાવી ને પીવો. કાઢામાં એક શેર પાણીમાંથી નવટાંક પાછું રહે ત્યારે ઉતારી લેવું. પાણી ગરમ પીવું. કોઈ પણ જાતની ખટાઈ, તેલ, ઘી, ગોળ તથા અડદની ચીજો ન ખાવી.
બળ ઉપર-સુંઠ, કાળાં મરી, પીંપર અને સિંધાલુણ, સમભાગે લઈને કપડછાણ કરી તેમાંથી બે પૈસાભાર ચૂર્ણ કુંવારપાઠાના ગર્ભમાં મેળવીને ગાયના ઘીની સાથે રોજ આપવું. તેનાથી ગેળે અને બરોળ નાબુદ થાય છે.
છએ પ્રકારના અતિસાર ઉપર:–ભાંગરાને રસ પાંચ પૈસાભાર સાત દિવસ સુધી ગાયના દહીં સાથે આપવાથી સર્વ પ્રકારના અતિસાર નાબુદ થાય છે.
બાળકની ખાંસીમાટે:-જવખાર, અતિવિષની કળી, કાકડાશીંગી, પીંપર, પુષ્કરમૂળ, એ સર્વનું ચૂર્ણ મધની સાથે ચટાડવાથી બાળકોની પાંચ જાતની ખાંસી નાબુદ થાય છે.
' શૂળ તથા પેટના સર્વ પ્રકારના વિકાર ઉપર-કણઝીનાં બીજ બે તોલા, હીંગ ૦૧ તોલો, સંચળ બે તોલા, જીરૂં એક તોલે, અજમે એક તોલેસુંઠ અર્ધો તોલે, પીંપર ૦૧ તોલો અને ફુદીને ૧ તોલો, એ બધાને વાટીને ઘીમાં એક એક માસાની ગાળી બનાવવી. ગરમ પાણી સાથે તે આપવાથી શુળ તથા પેટના બીજા વિકારે નાબુદ થશે.
કાનના દર્દમાટે:-ઘેટાનું મૂત્ર, સિંધાલુણ અને લીમડાનાં પાન તલના તેલમાં પકાવીને કાનમાં નાખવાથી કર્ણશળ અને કાનના સણકા બંધ થઈ જાય છે.
દાઢના દુખવા ઉપર-વાવડીંગને ચલમમાં ભરીને તેની ધૂમાડી પીવાથી તેના ધૂમાડાને લીધે દુઃખાવો બંધ થશે અને કમી હશે તો તે પણ મરી જશે.
(નીચેના અનુભવસિદ્ધ ઉપાયો અમદાવાદના પ્રાંતિક વૈદ્યShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com