________________
૧૪૨
શુભસંગ્રહ-ભાગ ૧ લે અને ગધેડાના દાંતને તાંબાના વાસણ ઉપર ઘસી, થયેલ ઘસારો એક ચીનાઈ માટીના ગ્લાસમાં લઈ લે. તાંબાના વાસણપર જોઈએ તે ઘસારો ન ઉતરે તે પછી પથ્થર પર તે બંને ઘસવાં. પછી વડાગ મીઠું અડદના દાણા જેટલું ધસીને તેમાં અફીણ નાખી મિશ્રણ કરી એ ચારે ચીજોને ઘસારે વાસણમાં એકંદર મિશ્ર કરીને વાદળાંવિનાને દિવસે બપોરે અર્ધો કલાક આંખની અંદરના પેઢા અને ડોળાપર આંજણીની માફક આંખ સૂઈ રહેવું. એમ આંજવાથી ખાખરાના મૂળના અર્કનો ઉપયોગ કરતાં દર્દ ઓછું થઈ સારું થતાં જેટલો વખત લાગે છે, તે કરતાં થોડી મુદતમાંજ આરામ થઈ જશે અને ઉપરનાં તમામ દરદ નાબૂદ થઈ જશે. આમાં સારી ડીગ્રી મેળવેલા અનુભવી ડોકટરો અને દેશી વૈદ્ય મેળવી સેવન કરતાં પહેલાં સર્વે તવંગર અને ગરીબ જનસમાજને જરા અખતરો કરી જેવા અમારી વિનતિ છે.
(નીચલા ઉપાય હિંદી સ્ત્રીચિકીત્સક” ઉપરથી છે.)
બરળમાં–આકડાનાં પાકેલાં (પીળાં) પાન અને સિંધાલુણ, એ બનેને દેવતાપર બાળીને પછી પાણીની સાથે અથવા મધ સાથે રાજ ત્રણ માસા ખાતાં રહેવાથી રોગ દૂર થાય છે.
ખુજલીમાં-આંબળાનું ચૂર્ણ રોજ ત્રણ માસા મધ સાથે ખાવું.
સીએનું ધાવણ વધારવા માટે મુનક્કા નામે મેટી દ્રાક્ષ વાટીને ઘીમાં મેળવી પીતા રહેવાથી વધારે દૂધ ઉતરે છે.
અંડકેશ સૂજી આવવુ:-એક તોલા ત્રિફળાંના કાઢામાં ગોમૂત્ર નાખીને પીવાથી તરત આરામ થશે.
બહુમૂત્રમાં -ઉમરડાનાં મૂળનું રોજ ત્રણ માસા મધસાથે સેવન કરવું.
હરસમાં:-છાશમાં સિંધાલુણ નાખીને કેટલાક દિવસ સુધી લાગટ પીતા રહેવાથી રોગ નાબુદ થાય છે.
હરસના મસામાં:-રસવત, ચિનિયુ કપૂરને વાસી પાણીમાં ઘુંટીને લેપ કરવો. કેટલાક દિવસ આ પ્રમાણે કરવાથી મસા સુકાઇને આરામ થશે.
શ્વાસ, ખાંસી, કફ-કાયફળ, મેથ, ધાણા, ભારંગી, કાકડાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com