________________
૬૪–દૂધની ભૂકીની બનાવટ (લેખક-પપટલાલ મનજી યાસિક “વિશ્વતિ શ્રાવણ-સં ૧૯૮૧)
કેટલીક વખતે દૂધ મળતું નથી, તેમજ પ્રવાસી માણસને અને માંદા માણસને રાત્રે બીજી કેટલીક અડચણને વખતે દૂધની ઘણું જરૂર હોય છે, પણ તે મળી શકતું નથી. તે વખતે આ ભૂકીનો ઉપગ કરવાથી ઘણું જ અડચણો ઓછી થાય છે. તે બનાવવાની રીત -
સાકર તોલા ૪૦), સેડા બાયકાર્બોનેટ તેલો ૦૧, સ્વચ્છ વસ્ત્રગાળ કરેલું દૂધ તોલા ૧૨૫); ઉપરની ચીજો પહેલાં તૈયાર કરી રાખવી. પછી એક લોખંડની કઢાઈ (પેણે) લઈને તેમાં મલમલના કપડામાંથી ગાળેલું દૂધ નાખવું અને તે કઢાઈ ચૂલા ઉપર મૂકીને મંદ (ધીમી) ગરમી આપવી. પછી તે દૂધને અર્ધ અવટાવી (બાળી) નાખવું અને ગરમી જરા ઓછી કરી નાખવી. પછી અર્ધા તો પાણી લઈને તેમાં સોમ બાયકાર્બોનેટ નાખી તે મિશ્રણ થાળીમાં મૂકેલી સાકરની ઝીણી ભૂકી ઉપર છાંટવું અને હાથ વડે તેને ચેળવી. એ મુજબ થોડા વખત સુધી ચાલુ રાખવું, જેથી ખાંડ અને સોડાનું ઉત્તમ મિશ્રણ તૈયાર થશે. પછી તે સાકરની ભૂકી થોડી લઈને તે કઢાઈમાંને દૂધમાં નાખી દૂધને હલાવતા રહેવું. એ મુજબ બધી ભૂકી મેળવી નાખીને નીચે ગરમી વધારવી અને તે દૂધને ખૂબ હલાવતા રહેવું, જેથી નીચે દૂધ બળશે નહિ. પછી તે દૂધ જેમ જેમ ઘટ્ટ (જાડું). થતું જાય, તેમ તેમ તેને ખૂબ હલાવતા રહેવું, જેથી છેવટે તેની સફેદ ભૂકી તૈયાર થશે. ભૂકી તૈયાર થયા પછી ગરમી ઓછી કરવી અને કઢાઈ ઉપર ઢાંકણું ઢાંકી દેવું, જેથી તે ભૂકીને હવા લાગશે નહિ; નહિ તો તે ભૂકી ભીનાશ પડતી થશે. તે પછી અર્ધા રતલના ટીનના ડબાઓ તૈયાર કરીને તે ડબામાં ભૂકી ભરીને તેનું ઢાંકણું ગરમ કરી ઉપર બંધ કરવું. પછી તે ડબાઓને ઢાંકણાવાળે ભાણ સીમેન્ટથી બંધ કરી નાખો. આ ડબાઓ ખંડ અને ગોળ એવી જાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com