________________
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
૧૨૦
શુભસંગ્રહ-ભાગ ૧ સુખને માટે નથી, એ તું ભૂલતા નહિ જગદંબાની વેદીમાં હોમાવાને માટેજ તું જો છે, એ તું ભૂલતા નહિ; તારા દેશનું સામાજિક બંધારણ અનંત વિશ્વવ્યાપી માતૃત્વનોજ પડે છે, એ તું ભૂલતે નહિ; અંત્યજો, અજ્ઞાનીઓ, ગરીબ લેક અને ભંગી લકે પણ તારા ભાઈઓ છે; એ પણ તું ભૂલતો નહિ.
હે હિંદુસ્તાનના વીરપુત્ર ! તું બહાદૂર થા, હિંમતવાન થા, તું હિંદુ છે તે માટે મગરૂર થા અને જગતને જાહેર કર કે “હું હિંદુ હિંદુસ્તાનમાં જન્મ્યો છું અને દરેક હિંદવાસી બ્રાહ્મણથી માંડીને ભંગી સુધીના સર્વે મારા ભાઈઓ છે.”
એ હિંદવાસી ! તારી કેડ ઉપર એકમાત્ર સંગેટીજ રહેલી હોય પણ તું ગર્વથી માટે સાદે કહેજે કે “હિંદનું જીવન એજ મારૂં જીવન છે, હિંદના દેવજ મારા ઉપાસ્ય છે, હિંદને જનસમાજ એ મારા બાળપણનું પારણું, જુવાનીની વિલાસભૂમિ અને ઘડપણની સ્વર્ગસમી કાશી છે.”
એ મારા ભાઈ ! તું જગતને કહેજે કે “હિંદુસ્તાનની પવિત્ર ભૂમિ એજ મારી સ્વર્ગભૂમિ છે અને હિંદુસ્તાનનું કલ્યાણ એજ મારું કલ્યાણ છે.” ' હે ભારતીય! આ મહામંત્રનો તું રાતદિવસ જપ કરજે કે “હે લક્ષ્મીપતિ! હે ગૌરીપતિ! હે જગદંબા ! મને ખરૂં પુરુષત્વ આપજે. હે સર્વ પ્રકારના બળ-ઐશ્વર્યના ભંડાર ! મારી નિર્બળતાને, મારી ભીરુતાને નાશ કરજે અને મને ખરે મર્દ બનાવજે.”
૭૦–મૃત્યુલોકનું અમૃત–છાશ
(ભજનમાળા ભાગ ૫ માંથી) મળાવરોધ-કબજીઆત થવાથી શરીરમાંથી કચરે બહાર નીકળી જવાને બદલે અંદર ને અંદર સજા કરે છે, અને પછી હરવખત તેના થોડા થોડા કણ લોહી સાથે મળી જઈને રક્તવાહિની નાડીઓ
માં ભરાઈ બેસે છે, તેથી રકતવાહિની નાડીએ કૂવે છે અને અક્કડShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com