________________
૧૨૨
શુભસંગ્રહ ભાગ ૧ લો. છે. એ છાશનું ગામડી વૈદું પણ જાણવા જેવું છે. લખે છે કે, ઔષધિતરીકે અથવા અનુપાનમાં એસડીઆ સાથે વાપરવાની ગાયના દૂધના દહીંમાંથી બનાવેલી છાશ તાજી મોળી સ્વચ્છ ગાળી(કલાઈ દીધેલ પિત્તળની અગર માટીની)માં બનાવેલી વાપરવી. (ખોરાકમાં પણ એવીજ વાપરવાનું સમજવું.) લીંડીપીંપરનું ચૂર્ણ વાલ ૧ અને છાશથી ખાંસી તથા છાતીને કફ મટે છે. અજીર્ણમાં સિંધાલુણ અને મરી સાથે; ગરમીના તાવમાં સાકર સાથે; ઝાડા-મરડામાં જીરું તથા સાકર સાથે; મગજની ગરમી, મગજનું ખાલીપણું વગેરેમાં જેઠીમધના મૂળ સાથે; નેત્રની ઝાંખ, ગરમી વગેરેમાં છાશ એકલી પીવી; સાદ બેસી ગયો હોય તે શેકેલી બહેડાંની છાલના ભૂકા સાથે; છાતીના દુઃખાવામાં તેમજ ધબકારામાં પીંપળીમૂળના ભૂકાસાથે; લોહીના ઝાડામાં બીલાંના ગર્ભ સાથે; સૂકા હરસમાં ગેળસાથે; દૂઝતા અશમાં ઈદ્રજવ સાથે; સાપના દંશ ઉપર સરસડાની છાલના કવાથસાથે; કમરને દુઃખાવો, વા વગેરેમાં લસણના રસસાથે; છાતીમાંથી પડતા લોહીમાં અરડુસાના રસ સાથે; કાકચીઆના ભૂકાસાથે; બધી જાતના તાવમાં, માથાનો દુઃખાવો તથા આદાશીશીમાં જાયફળસાથે; પેટના કૃમિ-જીવડામાં વાવડીંગના ચૂર્ણ સાથે; સવારેગમાં ત્રિકટુ ચૂર્ણ સાથે; મૂત્રકૃચ્છમાં જવખારના ભૂકાસાથે; ગુ૮મવાયુમાં વડાગરા મીઠાના ભૂકા સાથે અને સુકૃપ્રમેહમાં ગોખરૂના ચૂર્ણ સાથે છાશ લેવી.દાદર અને ખસમાં કુંવાડીના બીજ સાથે વાટી લેપ કરવો.
ઉપરનાં અનુપાન અથવા એસડીઆ સાથે છાશને ઉપયોગ કરવાથી તે તે વ્યાધિ મટે છે. તે ઉપરાંત સ્ત્રી, બાળક, યુવાન, વૃદ્ધ, રોગી, નિરોગી સર્વને સામાન્ય રીતે સર્વ દેશકાળમાં પથ્થરૂપ છે; તેથી જ તેને અત્યલોકસુધા નામ આપેલ છે. છાશ જ્યારે એવા એવા ફાયદા આપે છે, ત્યારે અર્વાચીન સુધરેલાં પીણાં તે તે રોગોને ઉત્પન્ન કરનારાં તથા અનેક રોગોનાં બીજ આરોપણ કરી માનવશરીરને હીન દશાએ પહોંચાખારાં માલમ પડે છે. સુધરેલાં પીણું પીનારા વર્ગને સ્વપ્ન પણ
અનુભવ નહિ હોય કે કકડીને લાગતી ભૂખ કેવી હશે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com