________________
w
w
w
w
w
w
w
w
w
w
૧૩૬
શુભસંગ્રહ-ભાગ ૧ લે કે ટસુનાં ફૂલ વા અજમો બાંધવાથી માકણ પલાયન કરી જાય છે.
ઉંદર નસાડવાને ઉપાય:-ટર્પેન્ટાઈન તેલમાં બુચને ભીંજવી ઉંદરના દર પાસે મૂકીએ તો ઉંદરમામા પલાયન કરી જાય છે.
કાચની સફાઈ-ચાર શેર ઉના પાણીમાં એક મોટો ચમચો ઘાતેલ નાખી બરાબર મેળવીને તે પાણીથી બારી-બારણું તથા શીશાશીશીઓ ઘેવાથી તે બરાબર સાફ અને તેજદાર થાય છે. -
. ૮૦–કેટલીક ઘરઘ, દવાઓ (જાન્યુઆરી, ૧૯૨૫ના “ભાગ્યોદય”માં લેખક-કે. સી. મહેતા.)
કઈ પણ પ્રકારના તાવ ઉપર-સાત પાંદડાં તુલસી અને સાત કાળાં મરી સવારે પાણીમાં વાટીને પીવાથી અવશ્ય તાવ ઉતરી જશે.
ચાથીએ તાવ:-બાવળનાં પાંદડાં સુંઘવાથી ચોથે દિવસે આવનારો તાવ ઉતરી જશે.
પ્લેગથી બચાવવાવાળી ગાળીએ:-લીમડાનાં પાંદડાં ૨ તેલા, સુંઠ, મરી, પીંપર, સિંધાલુણ, સંચળ, જીરું અને કાળુંજીરૂં, આ દરેક અકેક તેલ અને હીંગ છ માસા, આ સર્વને ખાંડીને ચાળી લીંબુના રસમાં ખરલ કરીને ચણીબોરની બરાબર ગોળીઓ બનાવી રાખવી. આમાંથી રોજ ત્રણ ગોળીઓ સવાર, બપોરે અને સાંજે સેવન કરવાથી લેગથી રક્ષા થાય છે.
દાંત કઢાવવા બાદ જે દર્દ થાય તો મીઠું પાણીમાં ઓગાળીને ગળા કરાવવાથી દર્દ બંધ થશે.
બાળના દસ્ત( ઝાડા) બંધ કરવા–જરાક જેટલા ડુંગળીના રસમાં બાજરીની બરાબર અફીણ ઘોળીને આપવાથી બંધ થશે.
બાળકના ટાઠીઆ તાવ૫ર:-કાળી તુલસીનાં ચાર પાંદડાં, બાવળનાં ચાર પાંદડાં અને અજમે એક માસે, આ બધાને પાણીમાં ઉકાળીને ઠંડુ કરી વરના ચઢવા પહેલાં પાવાથી બાળકોને તાવ ઉતરી જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com