________________
જીવતા-જાગતા જોગીઓ
૧૨૯ ધરાઇ ખાતું, શિક્ષક એટલે ગામડાની ડોર્ટ, શિક્ષક એટલે સમાજસુધારક, શિક્ષક એટલે દેવમંદિરને પૂજારી અને ધર્મગુરુ, શિક્ષક એટલે ભંગીને ભાઈ અને ખેડુતને મિત્ર ! શિક્ષકની આ ભાવના આપણામાં જાગશે ત્યારેજ કેળવણી દ્વારા સ્વરાજ્ય લેવાનાં આપણું સ્વપ્નાં સાચાં પડશે. પ્રભુ ! સર્વ શિક્ષકમાં, સર્વ શિક્ષણશાસ્ત્રીઓમાં, સર્વ કેળવણુકામાં આ ભાવનાને ઉદય કરે.
૭૭–જીવતા-જાગતા જોગીઓ ( “સૌરાષ્ટ્ર,” તા. ૨૦–૨-૨૬ )
સ્વામી સર્વદાનંદજી આ ઉત્સવની વિશિષ્ટતા એના સાધુસમુદાયમાં હતી. કેઈ વેદવ્યાસ જેવા લાગતા, કાઈ જ્ઞાનના કુબેર ભંડારી જેવા દીસતા. જેને વચને વચને અમી ઝરતું, જેના વાકયે વાગ્યે શાસ્ત્રો સમજાતાં એવા સ્વામી શ્રી સર્વદાનંદજીનાં વ્યાખ્યાન જેમણે જેમણે સાંભળ્યાં, તે બધાય, સારો દિવસ સૂર્યની ગરમીથી તપી ગયેલ ભૂમિને ચંદ્રિકાની શાંતિ મળે અને ખુશ ખુશ થાય તેમ, સર્વદાનંદજીની વાધારાથી તૃપ્ત થતા હતા; અને એ દેઈ રાજસંન્યાસી નહતા. એ પુરુષને વસવાને ટંકારાની મહેલાત મળી હતી, પણ એ તો ત્યાગને પૂજારી! એ કહે કે, મારે તે આ મહેલાત ન ખપે, અમે સંન્યાસીને તો “શયા ભૂમિતલ. ટંકારાની મહેલાત છેડી આર્યનગરના તંબુમાં એ અને એમની જમાત વસવા ચાલી. તંબુમાં આવી એ આજ્ઞા કરે છે કેલિયા પંદર પાવડા લાવે.” “સ્વામીજી આપ એને શું કરો?' ત્યારે શું અમે અહીં મફતનું ખીચડું ખાવા આવ્યા છીએ? મંડપમાં પાણને તેટો છે, પણ ધરતી માતાનાં અમી કાંઈ તૂટયાં છે? અમે બધા સંન્યાસીઓ નદીમાં વીરડા ગાળાશું અને ખાધેલું હકક કરીશું. નદીમાં બે-ચાર વીરડા ગાળ્યા પછીજ એ સ્વામીએ નિરાંત કરી. •
સર્વદાનંદજીના જ્ઞાનની સીમા નથી. એમની વાણીની મીન જેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com