________________
vvvvvvvvvvvvvvvvvvvv
૧૩૨
શુભસંગ્રહ ભાગ ૧ લે છે–અંગ્રેજી ભાષાના પંડિતો પાક્યા છે. બ્રાહ્મણ ચાલતો હોય તેનાથી ચાળીસ ફુટના અંતરમાં આ લોકો આવી ન શકે, એવી રૂઢિ ત્યાં છે. સ્પર્શ કરવાની તે વાત જ શી ? પણ હિંદુ-આ કેળવાયેલો હિંદુ તેમની નજદીક આવી ન શકે, તેમના ઉપરના આ જુલમે એમને એટલા રોષમાં લાવી મૂક્યા કે કાં તે તે બધા આજે મુસલમાન હોત અને કાં તે તેઓ ખ્રિસ્તી હેત. આનંદપ્રિયજી ત્યાં બે માસ રખડી આવ્યા. આપણું બ્રાહ્મણોને પગે પડવા, તેમની પાસે રડી પડવા, હિંદુધર્મની વહારે આવવા આજીજી કરી અને છેલ્લે એ અસ્પૃશ્યોને આર્યસમાજમાં લેવાની પદ્ધતિ જે સ્વામીશ્રી શ્રદ્ધાનંદજીએ નક્કી કરી તેને પ્રચાર કરી, તે બે લાખ મનુષ્યને હિંદુધર્મને ત્યાગ કરતા છોડાવ્યા. એ બધું કામ એ પચીસ વર્ષના જુવાનના હિસાબે છે. એ જુવાનને આપણું સૌનાં વંદન !
૭૮-સૌરાષ્ટ્રને સપૂત
(“રાષ્ટ્રશક્તિ” કરાંચી તા. ૧-૯-૨૫) આદર્શ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીના પુનિત નામથી સૌરાષ્ટ્રને શિક્ષિતવર્ગ ભાગ્યેજ અપરિચિત હોય. પરદેશી કેળવણીના પ્રચારથી ગુલામીમાં જકડાયેલી અશક્ત પ્રજાને સશક્ત બનાવવા તથા સ્વતંત્રતાના મંત્રે પઢાવવા, પ્રાચીન શિક્ષણપ્રણાલીને પોષતી ગુરુકુલાદિ રાષ્ટ્રીય સંસ્થાઓના પુનરુદ્ધારક એ પરમ યોગીથી ભાગ્યેજ કેાઈ અજ્ઞાત હોય. અનેક ધર્મશાસ્ત્રોનાં મંથન કરી, સત્યાસત્યને તારવી સનાતન વૈદિક ધર્મ તથા ઈશ્વરના શુદ્ધ સ્વરૂપને સમજાવનારા એ ધર્મતત્ત્વવેત્તાથી કયો હતભાગ્ય અજાણ્યો હશે? ચૌદ વર્ષની કુમળી વયે મૃત્યુની અસહ્ય વેદનાઓ નિહાળી, અમરત્વને પ્રાપ્ત કરવા, સાચા શંકરની શોધમાં ગૃહત્યાગ કરી વનવાસ વેઠનાર એ બાલયોગી મૂળશંકરનું નામ સ્મરણ થતાં કોને રોમાંચ નહિ થતાં હોય ? બહાચર્યની સાક્ષાત મૂર્તિમાં એ તપસ્વીના દિવ્ય તેજથી ક્યા અભિમાનીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com