________________
૧૧૬
શુભસંગ્રહ-ભાગ ૧ લો માટે કર્મ તથા પુનર્જન્મના ઈશ્વરી ઇન્સાફી કાયદાને ખ્યાલ કરીને “શક્તિની દવાની જાહેરખબરે કદીપણ નહિ છાપવાનો ઠરાવ કરવાની તેઓ મહેરબાની કરે અને તેથી હજારો કુટુંબના તેઓ આશીર્વાદ મેળવે, એવી મારી પ્રાર્થના છે.
અરજ–મારો આ લેખ છપાવીને, છૂટથી ફેલાવી મહાપુણ્ય કમાવા હું અરજ કરું છું.
જેવું વાવશે તેવું પામશે, ઘઉં વાવશે તે ઘઉં પામશે, પથ્થર વાવશે તે પથ્થર પામશે, દુનિયામાં સુખ વાવશે તે સુખ પામશે, દુનિયામાં દુ:ખ વાવશે તે દુઃખ પામશે. ઇશ્વરી ન્યાયાધીશને કદી પણ ઠગી શકશે નહિ!
૬૬-દાદરને સહજ-મફત ઈલાજ
( લેખક-છગનલાલ મગનલાલ ) મરચાંના છોડનાં લીલાં પાન લાવી પાણી નાખી ખૂબ ઝીણાં વાટી રસ કાઢી એની અંદર થોડુંક મીઠું નાખી થયેલી દાદર ઉપર ખૂબ મસળવાથી દિન પંદરની અંદર મટી ચામડી સુંવાળી બને છે. આ દવા જન્મોજન્મની થયેલી દાદરને પણ મટાડી શકે છે. આ દવા લગાડવાથી અગન બળતી નથી, સહેજ લાગે છે. આ દવા જગજાહેર સારૂ બતાવવામાં આવી છે. દશ વરસની જૂની દાદર હોય અને કાળી કે લાલ હોય તે પણ મટે છે. મારા ભાઈઓ ! આ દવાથી ફાયદો લાગે તે બીજા ભાઈ એટલે ગરીબ લોકોને પણ બતાવશો. ગરીબને દુઃખથી ટળવળતા અટકાવવા તેમને ખબર પણ આપવી એ આપણી ફરજ છે. જેમને દાદર માટે તેમણે યથાશક્તિ કબુતરાંને મકાઈ અગર કૂતરાને રોટલા નાખવા..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com