________________
શક્તિની દવા ખાઈને મરનારાઓ! ૧૧૫ તે રીબાઈ રીબાઈને મરી જાય છે. આવા કેટલા હતભાગી પુરુષો
પ્રેમના વિલાસી જનો માટેની ગોળીઓ”ના છુપા ભોગ બનીને પિતાનાં મા, બાપ, સ્ત્રી, બાળકે વગેરે વહાલાંઓને પોક મૂકાવતા હશે?
૩ વર્તમાનપત્રમાં ચેતવણી–તા. ૧૮-૧૨-૧૯૨૨ ને એક રોજીંદા વર્તમાનપત્રમાં “શક્તિની દવા વાપરનારાઓને ચેતવણી” એવા મથાળા નીચે એક લેખ છપાયા હતા. તેમાં જણાવ્યા પ્રમાણે “પુરુની ગુમાવેલી જીવનશક્તિમાટે હજારે લેભાગુ દવાઓ નીમહકીમે તરફથી બહાર પડે છે; અને હજારો લોકે આ ઇલાજ માટે તેવી દવાઓ પાછળ પૈસાની બરબાદી કરે છે.”
બધા વેપારીઓ પિતાની દવાનાં વખાણ કરે છે! કોઈ પણ એમ કહેતું નથી કે, “મારી દવા છવલેણ છે !”
૪ સેળ વરસના એક જુવાનની વાત–આશરે સોળ વરસને મારો એક ઓળખીતો શ્રીમંત જુવાન પુરુષ હતો. તેની સ્ત્રી ઘણું ખૂબસુરત હતી. તે ઘણો તંદુરસ્ત હતા; પણ એક દિવસ તે એકાએક બિમાર પડીને અવાચક થઈ ગયે. તેનાં માબાપને વહેમ આવ્યું કે, તેના એક મૂર્ખ મિત્રની સલાહથી તેણે કાંઈ “શક્તિની દવા' ખાધી હતી. તે સંબંધમાં તે પુરુષને ઘણું પૂછવામાં આવ્યું, પણ તે બીલકુલ બોલી શકે નહિ અને મરી ગયો!
જ્યારે તેના શબને મસાણમાં લઈ જવામાટે તૈયારી થતી હતી, ત્યારે હું ત્યાં હાજર હતો. તે વખતે તેની મા, બહેન, શ્રી વગેરે સગી બાઈઓ ગમે તેવા કસાઈને પણ રડવું આવે તેવી ત્રાસદાયક રીતે છાતી કુટીને વિલાપ કરતાં હતાં. તે ભયંકર સ્થિતિમાટે જે “શક્તિની દવા” બનાવનાર તથા તેની જાહેરખબર લોકેામાં ફેલાવનાર માણસે જવાબદાર હશે, તેમના મરણ પછી કર્મના ઈશ્વરી ઈન્સાફી કાયદા પ્રમાણે કેવા બુરા હાલ થવા જોઈએ તેને ખ્યાલ કરવો સહેલો છે.
૫ વર્તમાનપત્રોના માલિકને અરજ–વર્તમાનપત્રોના માલિકેને બીજી સેંકડે નિર્દોષ જાહેરખબરના હજારો રૂપીઆ અને છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com