________________
છે, ભીરતાથી ની ભીની સજા ભેગા મળી
૬૭-મહાત્મા કબીરઅને પાપીને પસ્તાવો
(લેખિકા-બહેન વિનેદિની નીલકંઠ; બાલમિત્ર'માંથી.) સંત કબીરની એક વાર્તા છે. એક નગરમાં કેઈએક બહુ પાપી શ્રી રહેતી હતી. નગરની સ્ત્રીઓ એના ઘર આગળથી પસાર થવામાં પણ નાનમ માનતી. રસ્તામાં કદાચ તેમને પેલી સ્ત્રી સામી મળી જતી તે તેઓ મુખ ફેરવી દેતી, ગામનાં સૌ માણસ એની નિંદા કરતાં.
આખરે ગામના આગેવાન માણસો ભેગા મળી તેને કબીરજી પાસે લઈ ગયા. તેમણે કબીરને પેલી સ્ત્રીની સઘળી હકીકતથી વાકેફ કર્યા, ત્યારે સાગરસરખી ગંભીરતાથી સંતે તેમને પૂછયું કે “તમે તે સ્ત્રીને શું કરવા માગે છે?” લોકોએ જવાબ દીધો કે “પ્રભુ! અમારે એને સખત શિક્ષા કરવી છે.” કબીર બોલ્યા કે “આવતી કાલે તે સ્ત્રીને લઈ સૌ નગરજનો અહીં આવજે.”
હજી તો પૂરું અજવાળું નહોતું થયું, ત્યાં તો કબીરજીની ઝુંપડીબહાર નગરજનનાં પૂર ઉલટયાં. કબીરે પેલી પતિત સ્ત્રીને એક જગ્યાએ ઉભી રાખી; લોકોને સમૂહ તેની આસપાસ વિંટળાઇને ઉભે. શાંત મીઠા સ્વરે સંત બોલતા સંભળાયાઃ “તમે કહે છે કે, આ સ્ત્રી પાપી છે. આવી પાપી સ્ત્રીને જરૂર સજા થવી જોઈએ. દરેક નગરજન એકેક ૫થર ઉપાડી એને મારજે.” કેમાં આનંદના પોકાર થવા લાગ્યા, પણ એકેય પથ્થર પડે તે પહેલાં કબીર બેલ્યા કે “ઉભા રહે, થોભી જાઓ. તમે બધા આ બાઈને એના પાપની સજા કરે છે, પણ તમારી ખાત્રી તે છેને કે, તમે તેને શિક્ષા કરવા લાયક છે? તમારામાંથી જે તદ્દન પાપરહિત હોય, તેજ એને પથ્થર મારે. તમે પણ પાપી હે તે આ પાપી સ્ત્રીને મારવાને તમને શો હક્ક છે?", લેકમાં ખળભળાટ થયે, પિલી પતિત સ્ત્રીની આસપાસ થયેલું માણસનું . ડાળું ધીમે ધીમે દૂર ને દૂર ખસતું ગયું; દરેક જણ પાછળ પગલાં ભરી ચાલવા માંડતું હતું, દરેક પગલે તેમને પોતપોતાનાં પાપો યાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com