________________
૧૧૨
શુભસંગ્રહ-ભાગ ૧ त्रैलोक्यं भस्मसात् कर्तु क्षणेनैव पतिव्रता । स्वतेजसा समर्था सा महापुण्यवती सदा ॥७॥
મહાપુણ્યવતી સતી સર્વદા પોતાના તેજથી ત્રિલોક્યને પણ ક્ષણમાં બાળી મૂકવા સમર્થ છે. (૭)
सतीनाञ्च पतिः साध्वीपुत्रो निःशंक एव च । न हि तस्य भयं किंचिद्देवेभ्यश्च यमादपि ॥ ८॥
સતીને પતિ અને પુત્ર પણ સદા નિશ્ચિંત રહે છે; કારણ કે તેમને દેવોથી કે યમથી પણ ભય રહેતો નથી. (૮)
शतजन्मसुपुण्यानां गेहे जाता पतिव्रता। पतिव्रताप्रसूः पूता जीवन्मुक्तः पिता तथा ॥९॥
સે જન્મના પુણ્યવાનને ત્યાં સતીનો જન્મ થાય છે. સતીની માતા પુનિત બને છે અને પિતા જીવન્મુક્ત થાય છે. (૯)
श्रुतं दृष्टं स्पृष्टं स्मृतमपि नृणां ह्लादजननं, न रत्नं स्त्रीभ्योऽन्यत्क्वचिदपि कृतं लोकपतिना। ततस्तो धर्माथी सुतविषय सौख्यानि च ततो, गृहे लक्ष्म्यो मान्या: सततमबला मानविभवः ॥१०॥
દર્શનથી, શ્રવણથી, સ્પર્શથી અને સમરણથી પણ પુરુષને આલાદ ઉત્પન્ન કરે એવું સ્ત્રીઓ વિના બીજું કોઈ રન લોકપતિ બ્રહ્માએ ક્યાંય પણ પેદા કર્યું નથી; એટલું જ નહિ પણ ધર્મ અને અર્થની ઉત્પત્તિ પણ સ્ત્રીઓમાંથીજ થાય છે. પુત્ર અને વિષયસંબંધી સુખને આધાર સ્ત્રીઓ ઉપરજ છે, એટલા માટે ઘરમાં લક્ષ્મીરૂપે વસનારી સ્ત્રીઓ સત્કાર અને વૈભવધારા માન આપવા યોગ્ય છે. (૧૦)
ये ह्यङ्गनानां प्रवदन्ति दोषान्वैराग्यमार्गेण गुणान्विहाय । ते दुर्जना मे मनसो वितर्क: सद्भाववाक्यानि न तानि तेषाम् ॥
કેવળ વૈરાગ્યની દૃષ્ટિથી સ્ત્રીઓના ગુણોને ઉચ્ચાર કરવાને બદલે જે કોઈ તેમને દોષ દે છે, તે દુર્જન છે. તેનાં એ વચને સદબુદ્ધિથી નીકળેલાં નથી, એમ હું માનું છું.(૧૧). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com