________________
પડે.
ધૂમ્રપાન કરવાના ફાયદા ! કુળ કલંકિત થાય છે. સંયમી જીવનને ઉત્તેજન મળે માટે શાસ્ત્રોક્ત ગર્ભાધાન, પુંસવન અને સીમંતોન્નયનના સંસ્કારને તેના રહસ્યસાથે પુનરુદ્ધાર થવાની જરૂર છે. ૩૨-ધૂમ્રપાન કરવાના ફાયદા!
દૈનિક “હિંદુસ્તાનમાંથી) ઑકટર, રસાયણશાસ્ત્રીઓ વગેરે બધા એકમત છે કે, તમાકુ માણસને ઝેર સમાન છે, એ એક ઝેરજ છે. બીડી-તમાકુ પીનારા, સુંધનારા તેમજ ચાવનારાની જાણમાટે નીચેની વિગતો આપી છે; કેમકે જગતનાં અર્ધઅર્ધ મનુષ્ય એમાં ફસેલાં છે.
તમાકુની અંદર એક તૈલી ચીજ છે, જેમાં મુખ્યત્વે તમાકુની ગંધ રહેલી છે. એ ચીજનું નામ “નીકેટીન' છે. તમાકુમાં તે સેંકડે ૧ થી ૮ ટકા હોય છે. જેમ તમાકુ જલદ તેમ આ નીકોટીન તેમાં વધુ હોય છે. એમ કહેવાય છે કે, એક રતલ સારી તમાકુમાંથી જેટલું નીકોટીન નીકળે તેટલું નીકેટીન માત્ર ત્રણ મિનિટમાં ૨૫૦૦ કૂતરાને મારી નાખવા માટે પૂરતું છે. આવું ઝેરી આ નીકેટીન છે. જ્યારે એ નીકોટીન શરીરમાં જાય છે, ત્યારે અંદરની શ્વાસનળીને ફરતી ઝીણી ચામડીને અનહદ નુકસાન કરે છે અને અનેક જાતનાં દર્દો ઉત્પન્ન કરે છે.
આ નીકેટીનને પણ ભૂલાવે એવું બીજું ઝેર તમાકુમાં “કોલોડાઈન' કરીને છે. આ કેલોડાઇનને લીધે પણ તમાકુમાં ગંધ આવે છે. આ કેલોડાઈનના એક ટીપાને વીસમો ભાગ, જેવી રીતે વિજળીના આચકાથી માણસ તરત જ મરી જાય, તેવી રીતે દેડકાને મારી નાખે છે.
તમાકુના ધૂમાડામાં પુસીક એસીડ હોય છે. તમાકુના રસિયા ધૂમાડો પેટમાં જવા દઈ પાછો નાક વાટે કાઢે છે અને તેના ગેટાની લહેજત લે છે. તેમને આ પ્રસીક એસીડ કાતીલમાં કાતીલ ઝેર છે, તેની ખબર નહિ હોય. આ પુસીક એસીડ શરીરમાં જવાથી માથું ફરે છે, માથું દુ:ખે છે તથા ચકરી આવે છે. બીડી નહિ પીનારાને બીડી પીતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com