________________
૩૮–સાહિત્ય એટલે શું?
(લેખક:- આનંદશંકર બાપુભાઈ ધ્રુવ; “શારદા–જાન્યુઆરી ૧૯૨૬)
સાહિત્યને વિશાળ અર્થમાં લેવા હું સૂચવું છું. જીવનમાં સહરાનાં રણ આવે, તે પણ પ્રકટ કરતાં શીખવું એ આવશ્યક છે; સુંદર કાવ્યોની સાથે કર્કશ વિષયનેણ–પહાડને પણ ઓળંગતાં શીખવું, એ બાબત ઉપર હું યુવકોનું ધ્યાન ખેંચું છું. નવો યુગ એ ફૂલના બિછાના જેવો નહિ રહે. તેમાં કંટક ઉપર ચાલવાની શક્તિ પણ જોઇશે, કળા-કૌશલ્ય પ્રાપ્ત કરવાં જોઈશે અને તે માટે બુદ્ધિવૈભવ પણ જોઇશે; માટે કેવળ ભાવનાયુક્ત સાહિત્યના લેખ ઉપરજ નહિ રહેતાં શાસ્ત્રના વિષયને પણ પોતાના કરવા મથજો. કેવળ હૃદયની ભાવનાને સ્પશે એજ સાહિત્ય નથી; પણ સૌંદર્ય, સત્ય અને નીતિના અચળ નિયમે એકતાર થાય ત્યારેજ ઉંચું સાહિત્ય કહેવાય. એક નવલકથામાં એક આબેહૂબ ચિત્ર હોય એનું માત્ર આબેહુબ ૫ણુંજ નહિ, પણ એમાંના વિચારોમાં સર્જકશક્તિ (ક્રીએટીંગ પાવર) રહેલી હોય, તે સાથે મળવાથીજ એ સાહિત્ય કહેવાય. જગતના સાહિત્યમાં કાંઈ કેવળ હૃદયના ભાવ નથી હોતા. રામાયણ એ “નેશલન એપીક કેમ બની, તેને તમે વિચાર કરે. આર્યોની સંસ્કૃતિ આખા હિંદમાં કેમ વ્યાપી તેનો તેમાં ચિતાર છે. તેમાં જે માત્ર તેટલું જ હેત તે તે એક ઈતિહાસનું પાનું થાત; પરંતુ તેમાં જગતનાં સત્યો પ્રકટ થયેલાં છે અને તેથી જ તે સાહિત્યનો મહાગ્રંથ છે. સાહિત્ય એ જીવનને ઉન્નત બનાવનાર શકિત છે, એમ જે તમે માનશે તેજ તમે સાહિત્યની તેમજ તમારી ઉન્નતિ સાધી શકશે. અમારા યુગમાં તેમ થઈ શક્યું નથી, પણ તે માટે આજના યુવકેમાં મારી આશાઓ રહેલી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com