________________
૧૦૬
શુભસંગ્રહ-ભાગ ૧ લો જીવત નરકની પીડા સહન કરતી બચી જાય એવી મારી પ્રાથને છે.
વાંચનાર ! આ અપીલ વાંચીને તમે શું કરશે ? લાખ બિચારી છોકરીઓના આશીર્વાદ લેવામાટે ઉપર પ્રમાણે પ્રજામત કેળવવાની મહેરબાની કરશે ?
પ૯–બહેનો! આ વાત ન ભૂલશે. ( “સૌરાષ્ટ્ર' તા. ૬-૯-૨૪; શ્રીમતી પાર્વતીદેવીના ભાષણમાંથી)
મહાભારતમાં ગવાયેલા એક સર્વજ્ઞાત કથાપ્રસંગ:
કૌરવોની સાથે ઘતમાં હારેલા પાંડવોની નજર સામે ભરકૌરવસભામાં દુઃશાસને રજસ્વલા દ્રૌપદીના કેશ અને ચીર ખેંચ્યાં; અને ૫રાજિત (પણ સત્યપાલક) પાંડવોએ એ દારુણ દુરાચાર નમેલે મસ્તકે સહી લીધે. પછી પાંડ પોતાનું વચન પાળવા વનમાં ફરવા લાગ્યા અને ત્યાં બધે તેમની પાછળ પડછાયાની જેમ, કૌરવોને અત્યાચાર તેમને સતાવવા લાગ્યો. કૌર તરફથી સદાય વરસી રહેલા એ ક્રૂર અને અસહ્ય જુલમ છતાંયે, તેમને ક્ષમાશીલ સ્વભાવ એ બધું ભૂલવા લાગ્યો, ત્યારે દ્રૌપદી પાંચે પતિએને પોતાના ખેંચાયેલા કેશ. અને વસ્ત્રો બતાવી બતાવીને તથા હસ્તિનાપુરના રાજમાર્ગ ઉપર ધૂળમાં રગદોળાયેલી પોતાની દેહ દેખાડી દેખાડીને એ અત્યાચારનું સ્મરણ કરાવતાં; અને કહેતાં કે, ભૂલવું હોય તો બધુંય ભૂલી જજે, પણ મારું–તમારી સ્ત્રીનું–અપમાન ન ભૂલજો.
ભારતીય બહેને ! તમારા કેશ અને ચીર આ સરકારના અનેક દુશાસનેએ ખેંચ્યાં છે, તમને અનેક દુશાસને એ રસ્તા ઉપર રગદોળી છે, તમારા ઉપર અનેક દુઃશાસનેએ ઘર અત્યાચાર ગુજાર્યા છે. તમે ભારતના પુરુષોને કહે કે, ભૂલવું હોય તે બધુંય ભૂલી જજે; પણ અમારું તમારી બહેનનું, તમારી માતાઓનું, તમારી પત્નીઓનું અપમાન ને ભૂલજે. આપણા પુરુષો આજે એ અપમાને અને અત્યાચારો ભૂલતા જતા લાગે છે. તમારો ધર્મ છે કે, આપણું - પુના દિલમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com