________________
સ્ત્રીઓને સૂચના
૧૦૭ એ અગ્નિ સદા જ્વલંત રાખો અને એ અપમાનની યાદ બૂઝાવા ન દેવી. તમે સદાય કહેતાં રહેજે કે, બધુંય ભૂલજે પણ તમારી નારીઓનું અપમાન ન ભૂલજે.એ અગ્નિ જે જીવત હશે તે એક દિવસ ફરીવાર કુરુક્ષેત્ર મંડાશે અને પાંડવોને-ધર્મને વિજય થયો, તેમ ભારતવર્ષને વિજય થશે!
૬૦–સ્ત્રીઓને સૂચના સ્ત્રીઓને સુખી થવા માટે એક સ્ત્રીસહાયક મંડળે આપેલી સૂચનાઓ –
૧ ઉડાઉ થશે નહિ. એક પુરુષને આર્થિક પરાધીનતામાંથી છૂટીને સ્વતંત્ર થવાનું ભવિષ્ય જેવું ગમે છે, તેવું બીજું કાંઈ ગમતું નથી.
૨ તમારું ઘર સાફ રાખજો. આખો દિવસ કામ કરીને થાકી ગયેલા પુરુષને પોતાના સુવ્યવસ્થિત સ્વચ્છ ઘરથી જેટલો આનંદ મળે છે, તેટલો બીજા કશાથી મળતો નથી.
૩ તમારે દેહ કપ બને તેવું કશુંજ થવા દેશે નહિ.
૪ બીજા પુરુષો તમારા તરફ ખેંચાય તેવું કશું પણ કશે નહિ; કેમકે ધણુ ઘણુ અદેખા હોય છે અને કેટલાકે નિષ્કારણું વહેમી બને છે.
૫ પોતાનો પતિ વ્યાજબી નિયમ પાળવાનું કહે તો સામાં થતાં નહિ. ૬ તમારા પિયરમાં બહુ વખત ગુમાવશો નહિ.
૭ તમારી કૌટુંબિક બાબતમાં તમારા પાડોશીની સલાહ માનતાં નહિ અથવા તમારાં પિયરિયાંની સલાહે ચાલવાને બહુ આગ્રહ કરતાં નહિ; પણ જાતે જ વિચાર કરી લેજો અને તમારા ધણી સાથે મસલત કરજો.
૮ તમારા ધણીને ઉતારી પાડશો નહિ. આવેશમાં પણ તમે તમારા ધણીને માટે દર્શાવેલા ખોટા વિચારને બીજાએ લાભ લઈ તેને તમારા ધણીના ચરિત્ર અને શક્તિઓનું ખરું માપ માનશે.
૯ હસજે,સર્વ બાબતોમાં ધ્યાન રાખજે. તમારો ધણી કંટાળ્યો હશેથાક હશે, તો તમારું હાસ્ય તેને ઉતાર છે. તમારા ધણીની લાગણીઓને જે તમે ખ્યાલ રાખશે, તે તે પણ તમારી લાગણીઓને માન આપશે.
૧૦ તમારું સ્ત્રીત્વ ભૂલશો નહિ. પુરુ, એ વધારે મોટા થયેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com