________________
૧૦
શુભસંગ્રહ-ભાગ ૧ લે રૂ. ૨૦ થી ૫૦ હતી, તે જમાના સાથે હાલને જમાને કે જેમાં એક રૂપીએ મણ ઘાસ મળે છે, છાશને વારે દુષ્કાળ પડે છે અને એક ઢોરની કિંમત રૂ. ૧૦૦ થી ૪૦૦ સુધી થાય છે તે સરખાવે; એટલે ગૌચરની ખરી જરૂરિયાત આપના ધ્યાનમાં સહજ આવશે.
દરેક ગામના આગેવાનને મારી પ્રાર્થના છે કે, પિતાની વસ્તીના પ્રમાણમાં જેટલાં દૂધાળાં જાનવરનું પોષણ થાય તેટલી ગૌચરની જમીન અલગ રાખવી. અત્યારે ભાગ્યે જ એવું કોઈ ગામ હોય છે, કે તે ગામને પટે તેજ ગામના ઢોરનું પોષણ થાય એટલું ગૌચર હેય. કેટલાંક ગામમાં તે નબળામાં નબળી જમીનજ ગૌચર માટે રાખેલી હેાય છે. સરકારની સહાય ન મળે તે તે ગામના મેટા ખેડુતોની ઉત્તરક્રિયાનિમિત્તે જે દાન કરવામાં આવે છે, તેમાં ગૌચરને માટે અન્ય મુક જમીન મળે એવી પેજના કરવી. ગૌચરની જમીન કેઈએ ખેડવા રાખવી નહિ. આવી જમીન ખેડવામાં આપણા પૂર્વજો પાપ સમજતા. જે ગૌમાતા ખેતીને માટે બળદ પૂરા પાડે છે, તેને સ્વતંત્ર ચરવામાટે કાળજી ન રાખવી, એ આપણું કલ્પવૃક્ષનાં મૂળ છેદવા બરાબર છે, એમ સમજી ગૌચરણમાં જરૂર જેટલો વધારો કરવા બનતા પ્રયાસ કરવા. ગૌચરણની જમીન જેમ જેમ વધતી જાય, તેમ તેમ દરેક ગૃહસ્થ પિતાને ઘેર એકેક ગાય પાળવી. ગાયને પાળીએ ને તેને વાછરડાં આવે તે તે વાછરડાં એટલે કે ગાયના જણ્યાને બળદ કરવામાં પાપ છે, એવું સમજી ગાયને પાળવામાં વાંધે બતાવનારા હિંદુઓ પણ મારા જેવામાં આવ્યા છે ! ધર્મને આ કેવો વિપરીતાર્થ ! ! આવા અજ્ઞાનને લીધે જ જ્યાં હજારે બળદ દર વર્ષે બીજા દેશોને માટે ફાજલ પાડી શકાતા, તે ગુજરાતમાં અત્યારે દર વર્ષે હજારોની સંખ્યામાં સિંધ ને માળવા તરફથી બળદે આવે છે અને હજી પણ આપણે નહિ ચેતીએ, તે જેવી રીતે દર વર્ષે હજારે ઘોડા પરદેશથી મંગાવવા પડે છે, તેવી રીતે એક એવો પણ વખત
આવશે કે, આપણે ખેતીને આધાર પરદેશથી આવતા બળા ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com