________________
-
-
wy vvvvvvv * *
મૃત્યુને મહિમા અથવા કાણુ–મેહેકાણું ચારીએ. આપણને જ્યારથી સમજણ આવી ત્યારથી આપણે એને માટે હાઉ માની લીધો છે. એની એકજ વિનાશક બાજુ જઈને કંપા છીએ, એની બીજી ઉત્પાદક બાજુને જાણવા-વિચારવાનો યત્ન જ નથી કર્યો, મૃત્યુએ આખી આલમને બાયલી બનાવી છે, સારી સૃષ્ટિ એના નામથી થરથર કંપે છે, મોતની એ બીકે આપણું ઐહિક જીવન કંટકમય બનાવી મૂક્યું છે અને અનેક મહત્કાર્યો એને લીધે અટકી ગયાં છે, અનેક ફરજે એને લીધે વિસરાઈ છે. જનતાના મર્મમાં સાલતે એ કાયરતાને કંટક નીકળી જાય, તો આ સૃષ્ટિ સ્વર્ગસમાન ઉલ્લાસવંતી બને. મતથી નથી બીતાં એક અણસમજુ બાળક કે મરજીવાં મહાજન. નાનું બાળક મરણની મૂર્તિ સમા સાપસાથે ગેલ કરવા ઇચ્છે છે. મરછકે ક્રાઈસ્ટ કેંસને માંચડે હર્ષભેર લટકે છે, કે પ્રતાપ વેચ્છાએ જંગલમાં ભટકે છે, કે દયાનંદ હલાહલને હેતે વધાવે છે, કે મેસ્વિની ભૂખને સુખસમ માને છે, કે મેહનદાસ માતૃભૂમિની વેદી ઉપર સર્વસ્વનેહામે છે! આવાં અજ્ઞ કે પ્રણને નથી દેતાં દુઃખ કે નથી હોતી દિલગીરી!વિષાદનાં વિષ તે નિમાયાં છે કમેં આપણા જેવાં અર્ધશને.
કવિવર રવીન્દ્રનાથ મૃત્યુનું સ્વરૂપ સમજાવવા એક સુંદર ઉદાહરણ આપે છે. બાળકને ધવરાવતી વત્સલ માતા એક સ્તનનું દૂધ પૂરું થયે બાળકનાજ હિતને ખાતર એને બીજી બાજુએ ફેરવે છે. અજ્ઞાન બાળક ચીસેચીસ પાડીને રડે છે, કેમકે માતાના શુભ આશયની એને ખબર હતી નથી. માતા બીજું દૂધભર સ્તન એના મુખમાં મૂકે છે, ત્યારે તે રડતું બંધ રહે છે અને પૂર્ણ હર્ષભેર ધાવવા માંડે છે. મરણ માટે પણ એમજ છે. જ્યારે આ શરીર આત્માના ઉપયાગનું રહેતું નથી, ત્યારે પરમવત્સલ પ્રભુ આપણાજ હિત ખાતર, એને બીજું બક્ષે છે. આપણે સુબુદ્ધિએના આ પરમ સભાવને સમજી શકતા નથી અને નાહક શોક કરીએ છીએ. ગીતામાં ભગવાન મરણને આપણી વિવિધ અવસ્થા જેવું સ્વાભાવિક લેખે છે અને કહે છે કે
देहिनोऽस्मिन्यथा देहे कौमारं यौवनं जरा । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com