________________
AAAAAAA
ગુગળના ધૂપને મહિમા कृमिपातभयाच्चापि, धूपयेत् सरलादिभिरिति।
सरलागुरूगुग्गुलुभिरितिचिकित्सारसंग्रहे चक्रे वा।। ગુગળના ધૂપમાં જંતુનાશક અજબ શક્તિ રહેલી છે. વળી તે શરીરમાં પ્રવિષ્ટ થયેલ જંતુને નષ્ટ કરી રોગીને રોગ દૂર કરે છે. આજકાલ ભારતવર્ષમાં શ્વાસમાર્ગને અને ક્ષયના રેગની દોડાદોડી છે, તેનું ખાસ કારણ એ જોવામાં આવે છે કે, આપણે આપણા પૂર્વજ ઋષિમુનિઓની બનાવેલી પ્રણાલીને વિસરતા જઈએ છીએ, જેથી તેટલા પ્રમાણમાં નવા નવા રોગ શિરપર વહોરીએ છીએ. ગુગળના ધૂપથી ક્ષય આદિ સંક્રામક રોગોને પંજો દૂર થાય છે. વળી જે સ્થળમાં એવાં સુગંધિત દ્રવ્યોના ધૂપધૂમાડા થાય છે, ત્યાં દેવતાઓને વાસ થાય છે. વળી વાતાવરણ શુદ્ધ થઈ આનંદનું સ્થળ બને છે. જ્યાંનું વાતાવરણ શુદ્ધ અને આનંદમય ત્યાંની જીવનપળો વૃદ્ધિ પામતી જાય છે. જ્યાંનું વાતાવરણ નબળું અને મેલું દુર્ગંધયુક્ત તેની જીવનપળો આયુષ્યને વધતાં અટકાવનાર છે. વાયુ શુદ્ધ થવાથી તે દીર્ધા જીવન બક્ષે છે. બિમાર માણસને સવાર-સાંજ ગુગળની સુગંધિત ધૂણને લાભ દેવાથી તેને રોગ ટુંક મુદતમાં દૂર થઈ તંદુરસ્તી પ્રાપ્ત કરાવે છે. વિશેષે આ ધૂપ ચેપી રોગના જંતુઓને જલદી નાશ કરે છે, જેથી જે જે સ્થળમાં ચેપી રોગના હુમલાઓ થતા જોવામાં આવે ત્યાં ગુગળની ધૃણ બેશક લાભકારી થશે. વળી પ્લેગ, કોલેરા વગેરે દર્દ લાગુ થયેલા દર્દીને તપાસવા જતાં ચેપી રોગના હુમલાની ચિંતા રહે છે, તે ગુગળના ઉમદા ધૂપથી દૂર થાય છે. તે અમાએ અનુભવી ખાત્રી કરી છે. વળી ગુગળને ધૂપ કેટલાક રોગમાં દવાની પેઠે ફાયદાકારક જોવામાં આવેલ છે. સળેખમ અને ખાંસીમાં ગુગળને ધૂપ લેવાથી ફાયદો દેખાયો છે. ઇન્ફલ્યુએન્ઝાના ભારે હુમલા વખતે ગુગળને ધૂપ મુખમાં લેતાં તે રેગનું દર્દ મોળું દેખાયું હતું. ગુગળને ધૂપ તમાકુની પેઠે પીતાં શરૂ થતા ક્ષય રોગ તથા શીત, દમ, ખાંસી, હેડકી, સળેખમ વગેરે દૂર થાય છે. વૈદકશાસ્ત્રમાં અનેક સ્થળે ગુગળનું ધૂમShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com