________________
v
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
ગોચર કે ગોચરણ
૧૦૧ એક પ્રયોગ એમણે એ પણ કર્યો હતો કે, હવનની ધૂમાડી નળીવાટે પાણીમાં દાખલ કરીને તે પાણીથી એક હોસ્પિટલમાં જખમે દેવડાવ્યા અને તે પ્રયોગમાં એમ જણાયું કે, એ પણ સારા એન્ટીસેપ્ટિક લોશનની ગરજ સારતું હતું.
આ ઉપરથી એમ જણાય છે કે, પૂર્વજો સ્વતંત્રતાના વધુ ઉપાસક હતા. ખાવા-પીવામાં, હુન્નર-ઉદ્યોગમાં તેમજ સ્વાધ્યમાં પણ તેઓ
મ્યુનિસિપાલિટીને ભરોસે રહેતા નહિ. ગ્રામ્ય ઉદ્યોગની માફકજ જનસુખાકારીનું પણ સ્વાતંત્ર્ય રાખ્યું હતું અને તેમાં પહેલી સહીસલામતીને નિયમ રાખેલો જણાય છે.
લાકડાં બાળવાં કે નહિ તેને નિર્ણય આટલા પરથીજ થઈ જશે. જેમને લાકડાં બાળવાં પસંદ ન હોય તેમણે હવન તો જરૂર કરજ જોઈએ. મુંબઈગરાઓએ તો જરૂર ડોકટરના પંજામાંથી છૂટવા સારૂ દરરોજ હવન કરવો જોઇએ.
यज्ञशिष्टाशिनः संतो मुच्यते सर्वकिल्बिषैः । मुंजते ते त्वचं पापा ये पचंत्यात्मकारणात् ॥
પ૭–ગોચર કે બૈચરણ (લેખક ડૉ. મોતીરામ હરિશંકર ભટ્ટ ગુજરાતી' તા. ૨૩-૧૧-૨૪)
ઢોરને ચરવાની સાર્વજનિક પડતર જમીન દિલગીરીની વાત એ છે કે, આજકાલ દિવસે દિવસે ગૌચરણ બહુ ઓછાં થતાં જાય છે. સરકાર આવક વધારવાના હેતુથી પડતર જમીન હરાજ કરે છે અને દીર્ધદષ્ટિથી નહિ વિચારનારા ખેડુત ઉત્સાહથી તેને ખરીદે છે. આથી સરકારને જાયુનો ને જમીન રાખનારને તાત્કાલિક લાભ થતો હશે, પણ પરિણામે અનેકને નુકસાન થાય છે.
પૂર્વે રાજ્યસત્તાને એ ધર્મ ગણાતે હતો કે, જે ગામમાં જેટલાં ઢોર હાય, તેટલાં ઢોરને આખું વર્ષ ચાલે એટલી જમીન ગૌચરણમાટે અલગ રાખવી. ગાય અને ભેંસ આખા દિવસ સવતંત્ર રીતે ખુલ્લી જગ્યામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com