________________
VAAAAAAAA
શુભસંગ્રહ ભાગ ૧ લે પાન કરવા જણાવે છે. તેમાં સીસમ, દેવદાર, ગુગળ, ચંદન, દેવચં. દન આદિ સુગંધિત વસ્તુઓને ધૂપ કીટાદિને હણે છે અને ચેપી રોગના દર્દીને બચાવે છે. ક્ષયમાં કેટલાક ધૂપો ઉપયોગી માલૂમ પડયા છે. તે ધૂપથી રોગના હુમલા શાંત થતા જોવામાં આવ્યા છે. સુગંધિત દ્રવ્યોની પેઠે તુલસી, ડમરે, ચંદન, દેવચંદન વગેરેનાં વૃક્ષો પણ વાતાવરણને સુધારનારાં માલૂમ પડ્યાં છે; માટે આયંબંધુઓએ ધૂપના મહિમાને નહિ વિસારતાં ધૂપપ્રણાલી જે મંદ થતી ચાલી જાય છે, તેને પુનઃ સતેજ કરવાની જરૂર છે. પ્રત્યેક આર્યાબંધુના ગૃહમાં ઉમદા ધૂપ થવાથી દેને વાસ થઈ મનમાન્યા આશીર્વાદ મળ્યા કરશે. વળી વાતાવરણના સુધારાથી મગજમાં ઉમદા વિચારે ઉત્પન્ન થઈ રોગો દૂર થઈ સુખમાં સર્વદા વૃદ્ધિ થશે.
(ગુગળની માફકજ લોબાન ધૂપ ન્યુમેનિયાને ચોક્કસ ઉપાય છે. ડૉકટરે ન્યુમેનિયામાં લબાનનો ધૂપ વિલાયતી રીતે આપે છે. “ન્યુ. મેનિયાકેટલ” માં ટીંકચરબેઝોઈની કંપાઊડ નાખી તેની વરાળ નળીવિાટે ન્યુમેનિયાના દરદીના નાક આગળ છોડવામાં આવે છે. આ દવા અંગ્રેજી નામની છે, પણ એમાં લેબાનજ મુખ્ય વસ્તુ છે અને તેની મીઠી સુગંધનેજ ગુણ છે. વેપાર પિતાના હાથમાં રાખવા માટે અંગ્રેજી નામે અને દારૂમાં ભેળવીને, લોબાન જ વેચાય છે. ડોકટર જે લબાનનેજ ધૂપ કરવા કહે તે કદાચ લકે એમ પણ ધારે કે એ તો સાધારણ ચીજ છે, એમાં શું ? પણ મોટું નામ ખીસ્સાં ખાલી કરાવે તે માનવું અને સાદી સમજણની વાત ન માનવી, એ બુદ્ધિની વિરુદ્ધની વાત છે. ઘરમાં આટલા માટેજ રોજ અગ્નિહોત્ર કરવાનું શાસ્ત્રકારોએ ફરજીઆત ઠરાવ્યું છે.
૫૪–રાઈમીઠાની મહત્તા (લેખક:-મેહનલાલ માણેકલાલ ઝવેરી. “ગુજરાતી” તા. ૨૩–૧૧-૨૪)
મીયાંભાઈઓ કહે છે કે:-“ધરકી મુરઘી દાલ બરાબર" તેમ ચુના જેવીજ બીજી ઘણી ચીજો વધુ આદરણીય હોવા છતાં ઓછી આદરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com