________________
w vvvvvvvvvvvvvvy
શુભસંગ્રહ-ભાગ ૧ લે तथा देहान्तरप्राप्ति(रस्तत्र न मुह्यति ॥२-१३ અને આગળ એને સ્કુટ કરતાં કહે છે કે, वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि । तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही॥२-२२
હવે સમજાયું હશે કે મૃત્યુ-મધું મધુરં મત્યુ-આ જીવનમાંથી પરજીવનમાં જવાનો પૂલ છે. એ પૂલ ન હોય તો આપણા ભોગ મળે; પણ પરમ કૃપાળુ પ્રભુની કરુણ કંઈ પરિમિત હોય ? એનાં વહાલાં બાળકોને ઉન્નતિ કે પ્રગતિવિહોણું એકજ જડ સ્થિતિમાં એ સડવા દે ખરે? સંહારક મહાદેવ શિવ (કલ્યાણસ્વરૂપ) અને શંકર (કલ્યાણકારક) શાથી કહેવાય છે, તે હવે સહજ સમજાશે. મૃત્યુ આત્માની ઉન્નતિ અર્થે છે, જીવનના વિકાસ કાજે છે, અધુરી રહેલી ઉ&ાતિમાટે છે, પૂર્ણાએ પહોંચાડવા સારૂ છે. કવિ શ્રી નરસિંહરાવ પણ લખે છે કે –
મૃત્યુ નવ પૂરૂં કરે છવનું જીવન અહિં અધિકઅધિક વિકાસની છે ભૂમિ અન્ય જવું તહિં. મૃત્યુ ને જીવન તણે મર્મ ઉડે કે લહે;
મૃત્યુ તે જીવનતણું છે અન્ય રૂપ બુધ કહે.” * આવા પરમ પ્રગતિસ્વરૂપ મરણને સત્કારવા સઘળાંએ તત્પર રહેવું જોઈએ. એને અંતરના ઉમળકે અભિનંદવું જોઈએ. મૃત્યુ એટલે ઉન્નતિમાં પગલાં માંડવાં. મરી જવું એટલે મહાન પિતામાં મળી જવું. સ્વામી રામને દશ વર્ષનો પુત્ર મરી ગયા, ત્યારે એ આનંદના પરમ આવેશમાં આવી ખડખડાટ હસી કહેવા લાગ્યા કે, ભલું થયું જે મળી ગયો–નહિ કે મરી ગયો. કોઈક દેશમાં મરણપ્રસંગે હસવાને અને આનંદ કરવાનું ચાલ છે, તે પણ આજ કારણને લઈને. સતિને મન તો મરવાં સોહ્યલાં છે. એ હત્પાદક મંગલસમયે શૌચ અને દુઃખને અવકાશજ શાને? કદાચ પ્રેમ બે આંસુ પડાવે તો ભલે, પણ મૃત્યુનો ભય શામટ? સવાસો વર્ષની ઘરડી ડોશીને પણ મરણShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com