________________
૫–રમ્બરનાં રમકડાંથી લાગુ પડતું ઝેર ,
જે માબાપે પિતાનાં બચ્ચાંને રબરનાં રમકડાં રમવા આપે છે, તેમને ખબર નથી હોતી તેથી તેઓ પિતાનાં વહાલાં બચ્ચાંઓની હોજરીમાં ઝેર દાખલ કરે છે. રમ્બરનાં રમકડાંની બનાવટમાં સીસાને ક્ષાર (હાઈટ લેડ)-સફેદ વાપરવામાં આવે છે. આ ક્ષાર ધણેજ ઝેરી ગણાય છે. જ્યારે બચ્ચાંઓ આવાં રમકડાં મોઢામાં નાખે છે, ત્યારે તેના પેટની અંદર આ ઝેરી ક્ષાર જાય છે અને બચાંઓને અનેક દરદ જેવાં કે ખરાબ દાંત, બેવડ વળી ગયેલ બ૨ડે, ગાગર જેવું પેટ વગેરે થાય છે. જે માતાઓ પોતાનાં બચ્ચાંએને રમવાને માટે રમ્બરની “ધાવણ આપે છે, તે આનાથી ધડે લેશે કે? જૂના જમાનાની લાકડાની ધાવણુંજ ઉત્તમ છે. રબરના કરતાં તે સસ્તી પણ મળે છે. બીજાં રમકડાં પણ લાકડાનાં અગર સફેદ કાચનાં વાપરવાં જોઈએ. ૪૬–આરોગ્યવિષેનાં છૂટક સ્મરણે
(લેખક કે. સી. મહેતા; “ભાગ્યોદય માંથી.) (૧) રાત્રિએ અધિક જાગવાથી બળ ક્ષીણ થાય છે અને તંદુરસ્તી ખરાબ થાય છે.
(૨) નિદ્રામાંથી જાગૃત થતાં ખાટલામાંથી કૂદી પડવું હાનિકારક છે. આંખે ઉઘડવ્યા પછી સૂતાં સૂતાં થોડીક વાર પરમાત્માનું સ્મરણ કરવાથી સ્વાથ્ય સારું રહેશે.
(૩) સ્વાથ્ય-રક્ષાને માટે ખાટલા પરથી ઉઠીને થોડુંક પાણી પીવું, થોડીક કસરત કરવી, અધિક વાર ભોજન ન કરવું, હા, દારૂ અધિક ખાટી-કડવી વસ્તુ ન ખાવી આવશ્યક છે.
(૪) રોજ સવારે ખુલા શરીરે સૂર્ય સામે બેસવાથી કેઈન રોગ નહિ થાય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com