________________
શિવાજી મુક્તિના યુગને પિતા માનું છું કે, શિવાજી જગતની મહાશક્તિને અંશ હતો, તેનું હથિયાર હતો, એણે ઇતિહાસને નવું રૂપ આપ્યું અને મુક્તિને ન યુગ આરંભ્યો. હાલના યુરોપમાં નેપોલિયન કરતાં વધારે લશ્કરી ભેજાને પુરુષ જ નથી. યુરોપ આ બળવાન વીરની ગર્જનાથી ધ્રૂજતું હતું, પણ તે કાર્યો અને તેની હારમાટે તેનોજ દેશવાસી માર્શલ ફોશ જણાવે છે કે, તેનામાં એક મોટી ખોડ હતી અને આ બેડ તેનું અજંપણું હતું. નેપોલિયન મહાન હતું, છતાં તેનામાં અહંભાવ રહી ગયો હતે. એક જગવિખ્યાત વ્યક્તિ હોવા છતાં તે સર્વશક્તિમાન પ્રભુ આગળ પોતાની લઘુતા સમજી શક્યો નહિ અને તેની પાસેથી બળ અને શક્તિ માટે તેણે પ્રાર્થના કરી નહિ.
શિવાજી તે અધ્યાત્મવાદી હતું, તેને દેવી સવ આવતાં હતાં, તે દુર્ગાને ભક્ત હતું અને એજ ભક્તિના પ્રતાપે તે ગરીબો અને નિરાધારેની વહારે જતો. તેનામાં અક્ષરજ્ઞાન નહોતું, છતાં ડહાપણ અગાધ હતું. શૂરવીરતા અને શક્તિની આ મૂર્તિમાં નિર્બળ, બચ્ચાંએક સ્ત્રીઓ અને નિરાધારોનું રક્ષણ કરવાની આડગ ભાવના હતી. એના નિખાલસ અને પ્રેમી હદયમાં ભક્તિને ઝરો વહેતો હતો. એ મહાન રાજ્ય મેળવીને પિતાના ગુરુ રામદાસ પાસે ગયો અને તેને પિતાનું રાજય અર્પણ કર્યું. શિવાજીને પોતાના માટે રાજ્યની જરૂર ન હતી. પોતાના ગુરુની સાથે લોકોની સેવામાં પોતાનું જીવન અર્પણ કરવાની તેણે કેટલી વાર પોતાના ગુરુને ઈચ્છા દર્શાવી હતી. જ્યારે લોકેએ તેને પોતાનો મહારાજા બનાવ્યો, ત્યારે તે માનવા લાગ્યો કે, તે મહાદેવીને સેવક થયો હતો. શિવાજીનું જીવન ઉચ્ચ આશયોમાટે અર્પણ કરવામાં આવ્યું હતું. જે પુરુષો પિતાની શક્તિનો ઉપયોગ પ્રભુભક્તિમાં કરશે, તેઓના જ હાથે હિંદનો ઉદ્ધાર થશે; કારણ કે સ્વાર્થ માટે કરેલો શ્રમ ઘસાઈ જાય છે અને નાશ પામે છે, પણ ઈશ્વરને માટે કરેલી શ્રમ અમર રહે છે.
--- - s oon . . --
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com