________________
vvvv
સ્ત્રીનો દરજે અને માતાનો મહિમા ૬૫ તેમનામાં લજજા, વિનય આદિ સગુણે હજી પણ જેવા ને તેવા રહી શક્યા છે. આવાં સરસ સાધન હોવા છતાં તમે સ્ત્રી જાતિની ઉન્નતિ કરી શકતા નથી! !”
“જે દેશમાં–જે પ્રજામાં નારીપૂજા નથી, તે દેશ–તે પ્રજા કઈ કાળે મહાન કે ઉન્નત થઈ શકે નહિ. નારીરૂપી શક્તિ-મૂર્તિની અવગણના કરવાથી જ આજે તમારૂં અધઃપતન થયું છે. x x x x જે ઠેકાણે સ્ત્રીઓને આદર ન હોય અને સ્ત્રીઓ જ્યાં ગમગીનીમાંજ સમય પસાર કરતી હોય, તે સંસારની કે તે દેશની ઉન્નતિની આશા રાખવી નિષ્ફળ છે; એટલાજ માટે પ્રથમ સ્ત્રીઓને જાગૃત કરવી જોઈએ અને તે ઉદ્દેશ સિદ્ધ કરવા એક આદર્શ મઠની સ્થાપના કરવી જોઈએ. મહામાયાની સાક્ષાત્ પ્રતિમા જેવી સ્ત્રી જાતિને તમે ઉદ્ધાર નહિ કરો ત્યાં સુધી તમારા દેશને ઉદ્ધાર થનાર નથી.”
સ્વામી રામતીર્થ-“હિંદમાં સ્ત્રીશિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું તેની સજા હિંદ સારી પેઠે ભોગવી રહ્યું છે. x x x સ્ત્રીશિક્ષણ ને પ્રચાર કરો. તમારા પૂર્વજો સ્ત્રી શિક્ષણના પક્ષપાતી હતા. તમે કેમ વિરોધી બનીને તમારે હાથેજ તમારા પગ ઉપર કુહાડે મારે છે ? જે બીજાની સ્ત્રી તરફ પાપદૃષ્ટિથી જુએ છે, તે પરમાત્માના ક્રોધને જાગૃત કરે છે અને પિતાને માટે નરકને રસ્તે સાફ કરે છે.”
શ્રી દાદાભાઈ નવરોજજી-“મારી માતાએ મારી ઉપર નજર રાખીને મને મારા સહચરેના ખરા પ્રભાવથી બચાવ્યો.”
મ૦ ગાંધીજી-કઈ પણ સ્ત્રીનું સ્ત્રીવ ભંગ કરતાં પહેલાં મરી જવું એજ ઉત્તમ કર્મ છે. કોઈપણ સ્ત્રીને પાપકર્મમાંથી બચાવી લેવી એ સૌથી મહાન તીર્થ છે.”
બંકિમચંદ્ર-“સ્ત્રીઓ એ સાક્ષાત ક્ષમા, દયા અને સ્નેહની દૈવી મૂર્તિઓ છે.”
પોપ-કેટલાક મંદ બુદ્ધિવાળા કવિઓએ સ્ત્રીને ઉતારી પાડી છે. તેઓ કહે છે કે, સ્ત્રી એ એક મેંઘી વિપત્તિ છે, જાતે જ ખરીદેલો
શુ. ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com